गुजरात

અમદાવાદમાં આ વિસ્તારમાં આજે પસાર થતાં પહેલાં 100 વાર વિચારજો, વરસાદે કર્યા હાલ બેહાલ

અમદાવાદ : સવારથી મુશળધાર વરસાદને કારણે સમગ્ર અમદાવાદ જળબંબાકાર થઇ ચૂક્યું છે.જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે આજે રવિવારનો દિવસ હોય પરંતુ અમદાવાદીઓએ પાણીને કારણે જે તે પરેશાન થવું પડ્યું તે એ સવાલ ચોક્કસ ઉઠાવે છે કે અમદાવાદ મહાનગરપાલિકા ચોમાસા માટે તૈયાર નથી. દર વર્ષે ચોમાસાના પ્લાનિંગ માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે પરંતુ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણી તારાબા સુધરવાનું નામ નથી હતા અવસરો ની પરિસ્થિતિ મેળવવા ન્યુઝ 18 ગુજરાતી પહોંચ્યું હતું.

જગતપૂર રોડ પર બાઈક લઈને નીકળશો તો ફસાઈ જશો. સવારના 7:00 વાગેથી વરસી રહેલા વરસાદને કારણે ન્યુ રાણીપ થી જગતપુર અને ત્યાંથી એસ.જી.હાઈવે નીકળતા રોડ પર એવા તો પાણી ભરાયા છે કે લોકો માટે પાણી સજા છે જો તમારે આજે આ રોડ પરથી પસાર થવું હોય તો વિચાર કરવો પડશે જો તમારું પ્લાનિંગ હોય આ રોડ પરથી પસાર થવાનું હોય તો આજના દિવસ માટે માંડી વાળજો કારણ કે અહીંથી પસાર થતા 7 થી 8 બાઈક બંધ થઈ ગયા હતા.

ઝુંડાલ સર્કલ પર રકાબી માં પાણી ઝુંડાલ સર્કલ.પર બ્રિજ ના કામને કારણે ઝુંડાલ.સર્કલ તોડી નાખ્યું છે પરંતુ આ વરસાદમાં સર્કલ તૂટવાને કારણે સર્કલમાં એ રીતે પાણી ભરાઈ છે કે જાણે રકાબીમાં ચા ભરી હોય..અહીંથી મોટા વાહનો પણ પસાર થાય છે.લક્ઝરી એસ ટી બસ કે પછી ટ્રક તમામ વાહનો અહીંથી પસાર થાય ત્યારે પલટી ખાઇ જવાનો દર ચોક્કસ થી લાગે. અહી પણ વાહનો પસાર થાય ત્યારે ખાડામાંથી નીકળે છે.આ સર્કલને.તોડ્યા બાદ રીસરફેસ નથી કર્યું એટલે આ પરિસ્થિતિ.ઊભી થઈ છે અહી સાંજે ટ્રાફિક જામ પણ થાય છે પરંતુ એકપણ ટ્રાફિક જવાન અહી ડયુટી પર જોવા નથી મળતા

Related Articles

Back to top button