गुजरात

રાજ્યમાં કોરોનાના નવા 1092 કેસ નોંધાયા, 24 કલાકમાં 18 દર્દીઓના મોત

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1092 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1046 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે 18 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2733 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 238 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 75,482 છે. જેમાંથી એક્ટિવ કેસ 14,310 છે. આજે રાજ્યમાં કુલ 50,817 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 251, અમદાવાદમાં 166, વડોદરામાં 109, રાજકોટમાં 95, ભાવનગરમાં 40, જામનગરમાં 39, ગાંધીનગર, અમરેલીમાં 33-33, ગીર સોમનાથમાં 29, દાહોદ, મોરબીમાં 25-25, પંચમહાલમાં 23, કચ્છમાં 22, મહેસાણામાં 20, જૂનાગઢ,સુરેન્દ્રનગરમાં 17-17, મહીસાગરમાં 16, નવસારી, વલસાડમાં 14-14, ખેડામાં 12, બનાસકાંઠા, પાટણમાં 11-11, ભરૂચ, સાબરકાંઠા, 10-10, આણંદમાં 9, છોટા ઉદેપુરમાં 8, બોટાદ, દેવભૂમિ દ્વારકામાં 6-6, નર્મદા, પોરબંદરમાં 5-5, અરવલ્લીમાં 4, જામનગરમાં 3 અને તાપીમાં 2 સહિત કુલ 1092 નવા કેસ નોંધાયા છે.

Related Articles

Back to top button