સિહોર 181 મહિલા અભ્યમ ના કાઉન્સીલર બહેનો દ્વારા રક્ષાબંધન ની ઉજવણી કરાઈ
ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક એટલે રાખડી
સિહોર
રિપોર્ટર – હરીશભાઈ પવાર
રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર સબંધનો તહેવાર બહેન ભાઈનાં હાથે રાખડી બાંધીને ભાઈનાં રક્ષણની કામનાં કરે છે અને ભાઈને મીઠું મોઢું કરાવેછે રક્ષાબંધન શ્રાવણ માસની પુનમે ઉજવાનો તહેવાર છે. રક્ષાબંધન ને રાખડી પુનમ તરીકે ઓળખવામાં આવે છે રક્ષાબંધન ના તહેવાર આખા ભારતમાં ધામધુમથી ઉજવવામાં આવે છે પણ આ વર્ષ સમગ્ર વિશ્વમાં કોરોના નામની બિમારી એ હાહાકાર મચાવેલ છે તો આજનાં આ પવિત્ર દિવસે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે સૌ સ્વસ્થ રહે અને સમગ્ર વિશ્વ કોરોના નામની બિમારી થી મુક્ત થાય
ત્યારે આજે રક્ષાબંધન જેવો પવિત્ર તહેવાર છે ત્યારે દેશભરમાં આ તહેવારની ઉજવણી થઇ રહી છે ત્યારે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક એટલે રાખડી અને આજના પવિત્ર દિવસે રાજ્ય ની ઇમરજન્સી સેવાઓ પુરી પાડતી 24x 7 સતત મહિલા ઓ નો અવાજ સાંભળતી એવીસિહોર 181 મહિલા અભ્યમ ના શિલ્પાબેન પરમાર.વૈશાલી બેન સરવૈયા દ્વારા સિહોર ની સરકારી હોસ્પિટલ ખાતે ના સંકુલ ખાતે 181 ના પાયલોટ પ્રકાશ ભાઈ ડાભી 108 ના ર્ડો.ભરતસિંહ પરમાર. હરદેવસિંહ ગોહિલ.ઈકબાલ ભાઈ ખિલખિલાટ ના લાલાભાઈ દેસાઈ.મીડિયાના હરીશ પવાર બ્રિજેસ ગોસ્વામી. હોમગાર્ડ ના સુનિલભાઈ સહિત ના ઓને જે ઇમરજન્સી સેવા કરતા પ્રેસ પોલીસ.તેમજ 181.108. ખિલખિલાટ ના ભાઈઓ જે દેશ સેવા કરી રહ્યા છે તેને લઈ એક સુંદર વિચારો ને લઈ અમારી ટીમ દ્વારા બહેન પોતાના ભાઈની રક્ષા માટે ભાઈના કાંડે રક્ષા પોટલી એટલે કે રાખડી બાંધી લાંબી ઉંમરની દુવા માંગતી હોય છે ત્યારે સિહોર માં પણ બહેનોએ ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી અને ભાઈ બહેનના પવિત્ર સંબંધો આવનાર જનમોજનમ બંધાયેલો રહે તેવી ભાઈ બહેનો એ ભગવાનને પ્રાર્થના કરી હતી