गुजरात

ઉનાઇ મંદિરની સામેથી પસાર થતી ખુલી ગટરના કારણે રોગચાળો ફાટવાની દહેશત

ખુલ્લી ગટરમાં દુર્ગંધ મારતા પાણીથી મચ્છરોનો ઉપદ્રવ

વાંસદા/ઉનાઈ

રીપોટર – બ્રીજેશ પટેલ , સુનિલ ડાભી

ઉનાઇમાતાજીના મંદિરની સામે આવેલી ગટરમાં અસહય દુર્ગંધ મારત પાણી અને ગંદકીને કારણે આસપાસ રહેતા રહીશોમાં રોગચાળો ફેલવાની દહેશત જોવા મળી રહી છે ગટર બનાવવા તથા પાણીના યોગ્ય નિકાલ માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લે તેવી ગ્રામજનોની વર્ષોથી ઉઠી રહેલી માંગ હાલમાં ચાલી રહેલી કોરોના જેવી મહામારીને કારણે તંત્ર દ્વારા ગ્રામજનોને ગામમા સ્વચ્છતા જાળવવા જણાવવામાં આવી રહ્યું છે એવા સમયે આવી ખુલ્લી ગટરનું પાણી કાદવ કીચડ ને કારણે પાણીના ભરવાનામાં મચ્છરો પેદા થવાના કારણે રોગચાળો ફેલાય તો નવાઈ નથી આવું અસહય ગંદકીના કારણે તાવ , શરદી ,ખાસી જેવા અસાધ્ય રોગોના કારણે કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ વધી જતી હોય છે ચોમાસા દરમ્યાન વધારે વરસાદ પડવાથી મંદિર સામે આવેલી ગટરમાં પાણી ઉભરાઇ જવાના કારણે આસપાસના રહીશોના ઘરમાં ગટરનું ગંદુ પાણી ભરાઈ જતું હોય છે આ બાબતે તંત્ર દ્વારા ચોમાસા દરમ્યાન ગટરોમાં ઉભરાતા પાણીના નિકલ માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે એ જરૂરી છે જેથી આ મુદ્દે તંત્ર દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવે એવું ગ્રામજનો ઇચ્છિ રહ્યા છે આ એકમાત્ર ગટરમાં ઉનાઈ અને ખભાલિયા ગામનું પાણી આવતું હોય છે જે મુખ્ય ગટર કે જે ઉનાઈ ત્રણ રસ્તા પાસે આવેલા તિરૂપતિ સ્ટોરની સામે આવેલા ગરનાળામાં પાણી ભેગું થવાથી ગરનાળામાં અસખ્ય ગંદો કચરો ,પાલસ્ટિકની બોટલો જેવી વસ્તુઓના કારણે ગરનાળુ ચોકપ થઈ જવાના કારણે અને ગટર ખુલી હોવાના કારણે આસપાસ આવેલી દુકાનો તેમજ આસપાસના ઘરોમાં રહેતા લોકો માટે દુર્ગંધ મારતું પાણી માથાના દુખાવા સમાન બનવા પામ્યું છે જેની રાજુવાત ગ્રામજનો દ્વારા અનેક વાર કરી હોવા છતાં આજદિન સુધી નિરાકરણ થવા પામ્યું નથી આ બાબતે વાંસદા-ચીખલી ધારાસભ્ય અનંત પટેલ ને પૂછતાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી વાંસદા સાથે વાતચીત થઈ ગઈ છે અને ૧૫માં નાણાંપંચ માંથી ગ્રાન્ટ ફાળવવા જણાવ્યું હોવાથી આ બાબતે નિરાકરણ થતા ગટરનું કામ યુદ્ધના ધોરણે કરવામાં આવશે. આ બાબતે તંત્ર દ્વારા ગટરની કામગીરી યુદ્ધના ધોરણે થાય એવું ગ્રામજનો પણ ઇચ્છિ રહ્યા છે

Related Articles

Back to top button