गुजरात
દહેગામમાં કોરોના સક્રમણના કેસ વધતાં માસ્ક નહિ પહેરનાર વેપારી ઓને દંડ વસુલવામાં આવ્યો.
વિડિયો ગ્રાફમાં ઝડપાયેલા વેપારીઓને પોલીસે ૨૦૦. દંડ ફટકાર્યો.
દહેગામ
રિપોર્ટર – આર.જે.રાઠોડ.
દહેગામ શહેરમાં હાલમાં કોરોના સક્રમણના કેસોમાં દિન પ્રતિદિન વધાર્યો થઇ રહ્યો છે. દહેગામના લારીઓવાળાને અને દુકાનદારોને માસ્ક ફરજીયાત પહેરવું તેવી જાહેરાત કરવામાં આવેલ તેમ છતાં ઘણા લારીઓવાળા અને દુકાનદારોએ માસ્ક પહેરવામાં બેદરકારી દાખવતા વેપારીઓને દહેગામ ટાઉન બીટના પીએસઆઇ અને પોલીસે દંડ વસુલવામાં આવ્યો હતો. તેવાં વેપારીઓને પીએસઆઇ રાઠોડ અને પોલીસ. હોમગાર્ડઝ. ટીઆરબી ટીમ સાથે રૂપિયા ૨૦૦. દંડ વસુલવામાં આવ્યો હતો જેથી દહેગામના લારીઓવાળા અને દુકાનદારોમાં માસ્ક પહેરવાનો ફફડાટ વ્યાપી ગએલ હતો.