राष्ट्रीय

ભારત તરફ આવી રહેલા 11 જહાજે હોર્મુઝ પાર કર્યું: 10 વેઇટિંગમાં, 2નું ગુજરાત તરફ પ્રયાણ | 11 India Bound Ships Cross Strait Of Hormuz Safe 2 Heading To Gujarat Ports



Indian Cargo Ship In Strait Of Hormuz : હોર્મુઝ જળમાર્ગમાં અવરજવર ફરી શરૂ થઈ છે. 17 જૂનથી અત્યાર સુધીમાં 11 ભારતીય જહાજોએ આ માર્ગ સુરક્ષિત રીતે પાર કર્યો છે, જ્યારે 10 જહાજો હજુ રાહ જોઈ રહ્યા છે. હોર્મુઝમાં તણાવ હોવા છતાં ભારતની ઊર્જા અને ખાદ્ય સુરક્ષા પર કોઈ નકારાત્મક અસર પડી નથી.

હોર્મુઝ બંને તરફથી ખુલતા સ્થિતિ સામાન્ય

હોર્મુઝ એ મધ્ય પૂર્વનો અત્યંત મહત્ત્વનો દરિયાઈ માર્ગ છે, જ્યાંથી વિશ્વનું લગભગ 20-25% ક્રૂડ ઓઇલ અને પ્રાકૃતિક ગેસ પસાર થાય છે. ભારત પોતાની કુલ તેલની જરૂરિયાતના 80-85% આ જ રૂટથી આયાત કરે છે. તાજેતરમાં તણાવને કારણે અહીં અવરજવર પ્રભાવિત થઈ હતી, પરંતુ હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે.

વિદેશ મંત્રાલયે આપી માહિતી

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે પુષ્ટિ કરી છે કે, બે ભારતીય જહાજો આ બાજુથી ફારસની ખાડીમાં સફળતાપૂર્વક પ્રવેશી ચૂક્યા છે, જ્યારે ભારતીય ધ્વજ ધરાવતા અન્ય 10 જહાજો હજુ પણ તે વિસ્તારમાં હાજર છે. એમઓયુ પર હસ્તાક્ષર થયા બાદથી ભારત તરફ આવી રહેલા 11 જહાજો હોર્મુઝ જળમાર્ગ પાર કરી ચૂક્યા છે.

ભારતીય જહાજોની સફળ સફર

ભારતના 3 મોટા ક્રૂડ ઓઇલ ટેન્કર – દેશ વૈભવ, દેશ વિભોર અને સનમાર હેરાલ્ડ 8,60,000 મેટ્રિક ટનથી વધુ ક્રૂડ ઓઇલ સાથે સફળતાપૂર્વક હોર્મુઝ પાર કરી ચૂક્યા છે. આ જહાજો પર 94 ભારતીય નાવિકો સવાર છે. દેશ વૈભવ ગુજરાતના વડિનાર, દેશ વિભોર સિક્કા અને સનમાર હેરાલ્ડ 1 જુલાઈએ ઓડિશાના પારાદીપ પહોંચશે.

આ પણ વાંચો : ‘શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે તો…’ આંદોલન પર બેઠેલા કોકરોચ જનતા પાર્ટીના સમર્થકોનું અલ્ટીમેટમ

ખેડૂતોને પણ મોટી રાહત !

જ્યારે હોર્મુઝ સંકટ ચાલી રહ્યું ત્યારે યુરિયાની અછત સર્જાઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા, ત્યારે હવે હોર્મુઝ ખુલતા ખેડૂતોને મોતી રાહત થવાની છે. માત્ર તેલ જ નહીં, પરંતુ ભારતની ખાદ્ય સુરક્ષા માટે ખાતરનો પુરવઠો પણ આ જ માર્ગે આવે છે. 4 જહાજો યુરિયા, DAP અને સલ્ફર લઈને હોર્મુઝ પાર કરી ચૂક્યા છે. આ જહાજો ગુજરાતના મુંદ્રા, આંધ્રપ્રદેશના કૃષ્ણાપટ્ટનમ-કાકીનાડા અને ઓડિશાના પારાદીપ બંદરો પર પહોંચી રહ્યા છે, જે ખરીફ સીઝન પહેલા ખેડૂતો માટે અત્યંત જરૂરી છે.

ભારતની સુરક્ષા વ્યૂહરચના

સરકારે કૂટનીતિ અને મજબૂત નૌસેના દ્વારા સ્થિતિને સામાન્ય રાખવા પ્રાથમિકતા આપી છે. ભારતે પોતાની દરિયાઈ ક્ષમતામાં વધારો કર્યો છે અને જરૂરિયાત મુજબ વૈકલ્પિક માર્ગો પર પણ વિચાર કરી રહી છે. ભવિષ્યમાં આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે ઘરેલું તેલ ઉત્પાદન અને નવી ઊર્જાના સ્ત્રોતો વધારવાની ભારતની લાંબા ગાળાની જરૂરિયાત છે.

આ પણ વાંચો : 12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જાણો ગુજરાતમાં ક્યારે થશે પધરામણી!



Source link

Related Articles

Back to top button