ભારત બ્રિટનમાંથી આયાત થનાર 3.78 લાખ કારોની કસ્ટમ ડયુટીમાં ઘટાડો કરશે | India to reduce customs duty on 3 78 lakh cars imported from Britain

![]()
– વેપાર કરારનાં પ્રથમ 15 વર્ષો માટે લેવાયેલો નિર્ણય
– આ સમજૂતી હેઠળ ઓટોમોટિવ ઇમ્પોર્ટ પર ટેરિફ 110 ટકાથી ઘટીને 10 ટકા થઇ જશે અને બંને તરફ ક્વોટા પણ નક્કી થશે
– ભારતને બ્રિટનની ઇલેક્ટ્રિક, હાઇબ્રિડ/હાઇડ્રોજન પેસેન્જર કાર સેગમેન્ટમાં એન્ટ્રી મળશે
નવી દિલ્હી : ભારત બંને દેશો વચ્ચેનાં વેપાર કરારનાં અમલીકરણનાં પ્રથમ ૧૫ વર્ષ દરમિયાન બ્રિટનથી ૩.૭૮ લાખ પરંપરાગત એન્જિન પેસેન્જર કારની આયાત પર ચુકવવાની થતી કસ્ટમ ડયુટીમાં રાહત આપશે.
આ સમજૂતી હેઠળ ઓટોમોટિવ ઇમ્પોર્ટ પર ટેરિફ લગભગ ૧૧૦ ટકાથી ઘટીને ૧૦ ટકા થઇ જશ અને બંને તરફ ક્વોટા પણ નક્કી હશે.
બુધવારે જારી કરાયેલા યુકે-સેટા દસ્તાવેજ અનુસાર ભારતને બ્રિટનની ઇલેક્ટ્રિક, હાઇબ્રિડ/હાઇડ્રોજન પેસેન્જર કાર સેગમેન્ટમાં એન્ટ્રી મળશે. છઠ્ઠા વર્ષથી ૨૦,૦૦૦ પાઉન્ડથી ૮૦,૦૦૦ પાઉન્ડની કીંમતોવાળી કારની તે દેશોમાં ડયુટી ફ્રી નિકાસ કરવામાં આવશે.
કુલ ક્વોટા ૧૫મા વર્ષમાં ૮૮,૦૦૦ યુનિટથી પીક પર પહોંચશે અને ત્યારબાદનાં વર્ષોમાં પણ ચાલુ રહેશે.આનાથી ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને મારુતિ સુઝુકી જેવી ભારતીય મેન્યુફેકચરિંગ કંપનીઓને ફાયદો થશે.
બ્રિટનમાંથી ભારતમાં આયાત માટે પારંપરિક એન્જિનવાળી પેસેન્જર કારોનું ક્વોટા નક્કી કરાયેલ કેટેગરીની કારો માટે પાંચમા વર્ષમાં ૩૭,૦૦૦ યુનિટ સુધી પહોંચી જશે. જેમાં કસ્ટમ ડયુટીમાં ઘટાડો અંતિમ સ્વરૂપે ૧૦ ટકા હશે. ત્યારબાદ ડયુટીમાં વધુ ઘટાડો કરવામાં આવશે નહીં. પ્રથમ વર્ષમાં ે૩૦૦૦ સીસી (પેટ્રોલ) અને ૨૫૦૦ સીસી (ડીઝલ)થી વધારે એન્જિન સાઇઝવાળી પેસેન્જર કારો માટે ક્વોટા ૧૦,૦૦૦ યુનિટ છે. જેમાં કસ્ટમ ડયુટી ૧૧૦ ટકાથી ઘટાડી ૩૦ ટકા કરવામાં આવશે.
૧૫૦૦ સીસી પેટ્રોલ, ૨૫૦૦ સીસી ડીઝલ અને ૩૦૦૦ સીસી પેટ્રોલ એન્જિન સાઇઝવાળી કારો માટે કવોટા ૫,૦૦૦ યુનિટ છે. જેમાં કસ્ટમ ડયુટી ૬૬ ટકાથી ઘટાડી ૫૦ ટકા કરવામાં આવશે.



