मनोरंजन

અરબાઝ ખાનની કારમાં અજાણ્યો શખ્સ પરાણે બેસી ગયો | An unknown person sat in Arbaaz Khan car for a long time



મુંબઈ : સલમાન ખાનના ભાઈ  અને અભિનેતા અરબાઝ ખાન સાથે એક આંચકાજનક ઘટના બની  હતી. કોલકતા ખાતે એક કાર્યક્રમ પછી અરબાઝ સ્થળમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે એક અજાણ્યો શખ્સ અચાનક તેની કારમાં બળજબરીપૂર્વક બેસી ગયો. 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં  જણાય છે કે અરબાઝ ચુસ્ત સુરક્ષા વચ્ચે પોતાની કાર તરફ જઈ રહ્યો હતો ત્યારે એક અજાણ્યો વ્યક્તિ કારની અંદર બેઠેલો જણાયો હતો. 

સુરક્ષા કર્મીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને આ વ્યક્તિને કારની બહાર ઘસડીને કાઢ્યો અને પરિસ્થિતિ વણસે તે પહેલા તેને નિયંત્રણમાં લઈ લીધો. અચાનક મચેલી અફરાતફરીથી અરબાઝ સ્પષ્ટ રીતે હતપ્રભ થઈ ગયો હતો. 

અરબાઝ ખાનના ભાઈ સલમાન ખાનને વારંવાર બિશ્નોઈ ગેન્ગની ધમકી મળતી હોવાથી આ ઘટનાએ વ્યાપક ચિંતા ફેલાવી છે. આ સંદર્ભમાં આ ઘટનાને માત્ર સુરક્ષા ચૂક તરીકે જોવાની બદલે સખત જાહેર પ્રસંગોએ સેલિબ્રિટીઓની  સલામતીના પગલાને સખત બનાવવાની જરૂર વિશે ચર્ચા થઈ રહી છે.



Source link

Related Articles

Back to top button