લવરંજનની આગામી ફિલ્મમાં શર્વરી કાર્તિક સાથે જોડી જમાવશે | Sharvari will pair up with Karthik in Luv Ranjan’s next film

![]()
– શર્વરી હવે આલ્ફા ફિલ્મનું પ્રમોશન શરૂ કરશે
– લવ રંજન પટકથા લખી રહ્યો છે, આગામી ડિસેમ્બરમાં શૂટિંગ શરૂ કરે તેવી ધારણા
મુંબઈ : શર્વરી હવે લવ રંજનની આગામી ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે જોડી જમાવશે તેવી કાનાફૂસી થઇ રહી છે. શર્વરી સફળ દિગ્દર્શક લવ રંજન સાથે કામ કરવા આતુર છે.
હાલ લવરંજન પટકથા લખવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ડિસેમ્બર ૨૦૨૬માં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. પહેલાં લવ રંજન આ ફિલ્મ કાર્તિક આર્યનને નેરેટ કરશે તે પછી ઓગસ્ટમાં શર્વરીને સ્ટોરી સંભળાવવામાં આવશે. નેરેશન થઇ ગયા બાદ બંને એક્ટર સાથે કરાર કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
હાલ ફિલ્મ અભિનેત્રી શર્વરી વાઘની ‘મેં વાપસ આઉંગા’ તાજેતરમાં રજૂ થઈ છે. હવે તે ‘આલ્ફા’ના પ્રમોશનની તૈયારીમાં વ્યસ્ત બની છે. શર્વરીની એક ઓર મહત્વની ફિલ્મ ‘યેહ પ્રેમ મોલ લિયા વર્ષ’ના અંતે રજૂ થવાની છે. આ ફિલ્મનું નિર્દેશન સૂરજ બડજાત્યાએ કર્યું છે.



