मनोरंजन

ક્રિતી સેનોને 4.30 કરોડમાં ખરીદેલી સંપત્તિ રૂ.8.88 કરોડમાં વેચી | Kriti Sanon sells property bought for Rs 4 30 cror for Rs 8 88 crore



– ગયા વર્ષે ક્રિતીએ 78 કરોડ રૂ.ની સંપત્તિ ખરીદેલી      

– બહેન અને માતા સાથે અંધેરીમાં ખરીદેલાં ચાર ફલેટ વેચ્યા    

મુંબઈ : હાલ ફિલ્મ અભિનેત્રી ક્રિતી સેનોન રિઅલ એસ્ટેટમાં કરેલાં મૂડીરોકાણને વેચી નફો ગાંઠે બાંધી રહી છે. ક્રિતી સેનોને તેની બહેન નુપુર સેનોન અને માતા ગીતા સેનોને સાથે મળી અંધેરી પશ્ચિમમાં આવેલાં રાહેજા ક્લાસિકમાં તેમના ચાર ફલેટ વેચ્યા હોવાનું જાણવા મળ્યું છે. એપ્રિલ ૨૦૨૬માં થયેલાં આ સોદા માટે સ્ટેમ્પ ડયુટિ પેટે ૧૯.૪૧ લાખ રૂપિયા ચૂકવ્યા હોવાનું જાણવા મળ્યું છે. 

રજિસ્ટ્રેશન માટે રજૂ કરવામાં આવેલાં દસ્તાવેજો અનુસાર ક્રિતીની માતા ગીતા સેનોને જુલાઇ ૨૦૧૩માં ૧.૪૦ કરોડ રૂપિયામાં બે ફલેટ ખરીદ્યા હતા. ચાર વર્ષ બાદ  જુન ૨૦૧૭માં ક્રિતી અને નુપુરે પણ બાકીના બે ફલેટ ૨.૯૦ કરોડમાં ખરીદ્યા હતા. તેર વર્ષ અને નવ વર્ષ આ સંપત્તિ જાળવી રાખ્યા બાદ સેનોન પરિવારે ચારે ફલેટ કુલ ૮.૮૮ કરોડ રૂપિયામાં વેચી નાંખી ૧૦૭ ટકા નફો રળી લીધો હતો. 

જે ચાર ફલેટ વેચવામાં આવ્યા તેમાં ૫૪૫  ફૂટ કારપેટ એરિયા ધરાવતાં બે મોટા ફલેટના દરેકના ૩.૨૩ કરોડ રૂપિયા ઉપજ્યા હતા અને તેના માટે ૧૯.૪૧  લાખ સ્ટેમ્પ ડયુટિ અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન ચાર્જ ભરવામાં આવ્યો હતો. બાકીના બે ફલેટનો કારપેટ એરિયા દરેકનો ૨૦૫ ફૂટ હોઇ તેના ૧.૨૧ કરોડ રૂપિયા ઉપજ્યા હતા અને તેના માટે ૭.૨૯ લાખ સ્ટેમ્પ ડયુટિ અને રજિસ્ટ્રેશન પેટે ૩૦,૦૦૦ રૂપિયા ભરવામાં આવ્યા હતા. ક્રિતીએ ગયા વર્ષેે બાન્દ્રાના પાલી હીલમાં પણ તેની માતા ગીતા સાથે મળી ૭૮ કરોડ રૂપિયાનું દરિયાની સામે આવેલું ડુપ્લેક્સ પેન્ટહાઉસ ખરીદ્યું હતું. 



Source link

Related Articles

Back to top button