गुजरात
અમદાવાદ ના મહિલા PSI શ્વેતા જાડેજાએ બળાત્કાર કેસના આરોપી પાસે 35 લાખ રૂપિયાની લાંચ માંગતા નોંધાઈ ફરિયાદ
Anil Makwana
અમદાવાદ
રાજ્યમાં ભ્રષ્ટાચાર પર અંકુશ લાવવા સરકાર અનેક પગલાં લઇ રહી છે ત્યારે અમદાવાદના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનના મહિલા PSI શ્વેતા જાડેજા સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ છે. PSI સામે ખંડણી માંગવાની ફરિયાદ નોંધાઈ છે.મળતી માહિતી મુજબ PSIએ બળાત્કાર ના કેસના આરોપી પાસે 35 લાખ રૂપિયા માંગ્યા હતા. PSI એ ટુકડે ટુકડે 20 લાખ રૂપિયા પડાવી પણ લીધા હતા. જો કે લાંચ મામલે ફરિયાદી દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં અરજી થઈ હતી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. સમગ્ર ગુનાની તપાસ અમદાવાદ SOGને સોંપતા મહિલા પીએસઆઇ ની અટકાયત કરીને આગળ ની કાર્યવાહી હાથ ધરાઈ છે.