આમોદમાં કંબોલીવાલા રિયલ આઈસ્ક્રીમના માલિક કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ
આમોદની બેન્ક ઓફ બરોડા શાખામાં પણ રિયલ આઈસ્ક્રીમના માલિક કામ અર્થે ગયા હતા હોવાથી બેન્ક એક દિવસ સેનેટાઇઝ કરી બંધ કરાઈ.
આમોદ
રિપોર્ટર – જાવીદ મલેક
આમોદમાં કંબોલીવાલા રિયલ આઈસ્ક્રીમના માલિકનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા કંબોલીવાલા ડેરીમાં કામ કરતા કામદારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.આરોગ્ય તંત્ર દ્વારા તેમના પરિવારના આઠ સભ્યોને હોમ કોરોન્ટાઇન કર્યા છે. આમોદમાં ભીમપુરા રોડ મહેફુઝનગર ખાતે રહેતા અને પોતાની દૂધની બનાવટો બનાવતી રિયલ આઈસ્ક્રીમના માલીક શબ્બીર મુસા પટેલ કંબોલીવાલાનો રીપોર્ટ ગતરોજ પોઝીટીવ આવતા આમોદ નગર સહિત પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. શબ્બીર મુસા પટેલને કોરોનાના લક્ષણો જણાતા તેમણે વડોદરા ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી ત્યારબાદ રીપોર્ટ કઢાવતા કોરોના પોઝીટીવ આવ્યો હતો. જેથી આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રિયલ આઈસ્ક્રીમના ડેરીમાં દૂધની બનાવટો જેવીકે આઈસ્ક્રીમ શ્રીખંડ જેવી આઇટમો બનતી હોય છે.આ ઉપરાંત કોરોના પોઝીટીવ શબ્બીર મુસા પટેલ કંબોલીવાલા આમોદની બેન્ક ઓફ બરોડા શાખામાં પણ કોઈ કામ અર્થે ગયા હતા. જેથી તકેદારીના ભાગરૂપે આમોદ બેન્ક ઓફ બરોડા શાખાને એક દિવસ સેનેટાઇઝ કરવા માટે બંધ રાખવામાં આવતા બેન્ક ખાતેદારોના કામ પણ અટવાયા હતા.
ભરૂચ જિલ્લા કલેકટરનો કન્ટેઆઈમેન્ટ એરિયાનો
આમોદના કંબોલીવાલા રિયલ આઈસ્ક્રીમના માલિક શબ્બીર મુસા પટેલ કોરોના પોઝીટીવ આવતા જિલ્લા કલેકટર ડૉ. એમ ડી.મોડીયા દ્વારા જાહેરનામું બહાર પાડી કંબોલીવાલા રિયલ આઈસ્ક્રીમ ડેરી તથા તેમના મકાનને કંટાઈનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યો હતો અને આરોગ્ય વિભાગ દ્વારા ત્યાં પરિવારના આઠ સભ્યોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. જ્યારે બહારના કોઈ પણ વ્યક્તિ અંદર પ્રવેશ ના કરી શકે માટે પોલીસ તંત્ર દ્વારા હોમગાર્ડ પણ મુકવામાં આવ્યા છે.એક તરફ કોરોના સંક્રમણ અટકાવવા માટે બેન્ક ઓફ બરોડા શાખા એક દિવસ પૂરતી સેનેટાઇઝ કરીને બંધ કરવામાં આવી હતી જેથી કેટલાય બેન્ક ખાતેદારોના કામ અટવાઈ ગયા હતા.