मनोरंजन

એ.આર. રહેમાન અટારી બોર્ડર પર BSF કર્મીઓને શ્રદ્ધાંજલિ આપશે | AR Rahman to pay tribute to BSF personnel at Attari border



– જેસીપી સ્ટેડિયમમાં સાંજના 4.30થી 5.30 દરમિયાન થતી પ્રતિષ્ઠિત પરેડ સમારોહમાં પ્રસ્તુતિ કરશે

મુંબઇ : ઇમ્તિયાઝ અલીએ પોતાની ફિલ્મ મૈં વાપસ આઉંગા માટે સીમા સુરક્ષા બળના જવાનો અને મહિલા જવાનોને સમર્પિત કરતો એક વિશેષ કાર્યક્રમની ઘોષણા કરી છે. જય હો -બહાદુરોને શ્રદ્ધાંજલિ શીર્ષકનો આ કાર્યક્રમ ૭ જુનના રોજ  અટારી બોર્ડર પર આયોજિત કરવામાં આવશે.આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું નેતૃત્વ પ્રખ્યાત સંગીતકાર અને ગાયક એઆર રહેમાન કરશે. જેસીપી સ્ટેડિયમમાં યોજાનારી ૪.૩૦થી  ૫.૩૦ દરમિયાન પરેડ સમારોહમાં પ્રસ્તૃતિ કરશે. 

આ કાર્યક્રમનો ઉદેશ્ય ભારતની સીમાઓ પર બીએસએફ જવાનોના સાહસ, બલિદાન અને સમર્પણને સમ્માનિત કરવાનો છે. આયોજકોના અનુસાર, આ આયોજન રાષ્ટ્રના પ્રતિ યોગદાન અને કૃતજ્ઞાતા વ્યક્ત કરવાનું છે. 

આ કાર્યક્રમમાં રહેમાનની સાથેસાથે ફિલ્મ નિર્માતા ઇમ્તિયાઝ અલી અને અભિનેતા વેદાંગ રૈના પણ સામેલ હશે.ફિલ્મના સંગીત સાથે જોડાયેલા ઘણા ગાયકો  જેવા કે મોહિત ચૌહાણ, પૂજા તિવારી અને નરગિસ પણ સામેલ હશે. 



Source link

Related Articles

Back to top button