मनोरंजन
આલિયા તથા હુમા બંનેને કિલર તરીકે દર્શાવતી ફિલ્મો એક જ દિવસે રજૂ થશે | Films featuring both Alia and Huma as killers will release on the same day

![]()
– રીલિઝ ડેટ અને રોલનો અનોખો સંયોગ
– આલિયા આલ્ફામાં શૂટરના રોલમાં છે, હુમા કુરેશી પણ બેબી ડુ ડાઈ ડુમાં ખૂની બનશે
મુંબઈ : આલિયા ભટ્ટની ‘આલ્ફા’ તથા હુમા કુરેશીને ‘બેબી ડુ ડાઈ ડુ’ બંને આગામી ત્રીજી જુલાઈએ એક જ દિવસે રીલિઝ થવાની છે. એક સંયોગ એ પણ છે કે આ ફિલ્મોમાં બંને હિરોઈનો ખૂનીની ભૂમિકા ભજવી રહી છે.
‘આલ્ફા’ ફિલ્મ લેડી સ્પાય પર આધારિત હોવાનું મનાતું હતું. જોકે, તાજેતરમાં દાવો કરાયો હતો કે વાસ્તવમાં ફિલ્મમાં આલિયા એક શાર્પ શૂટરની ભૂમિકામાં છે. બીજી તરફ ‘બેબી ડુ ડાઈ ડુ’માં હુમા કુરેશી પણ હત્યાઓ કરનારી એક સ્ત્રી તરીકે દર્શાવાઈ છે.
આલિયાની ફિલ્મ યશરાજ બેનરની હોવાથી તે દિવસે હુમાની ફિલ્મને પૂરતાં સ્ક્રીન મળશે કે કેમ તે પણ એક સવાલ છે.



