मनोरंजन

નુસરત ભરૂચાના વીડિયોમાં તે ‘વિચિત્ર અવાજ’ કોનો હતો? અભિનેત્રીએ આખરે તોડ્યું મૌન! | nushrratt bharuccha clarifies viral audio instagram story controversy puppy video


Nushrratt Bharuccha Clarified on her Controvesy: બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર પોતાની એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીને કારણે ભારે ચર્ચા અને ટ્રોલિંગનો સામનો કરી રહી છે. IPL 2026ની ફાઇનલ મેચ જોતી વખતે નુસરતે એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેના બેકગ્રાઉન્ડમાં આવી રહેલા કેટલાક વિચિત્ર અવાજોને કારણે ઇન્ટરનેટ પર જાતજાતની અફવાઓ અને અટકળો શરૂ થઈ ગઈ હતી. આ ઓનલાઈન હોબાળા અને ટ્રોલિંગ વચ્ચે હવે નુસરત ભરૂચાએ એક નવો વીડિયો શેર કરીને આ મામલે વિગતવાર સ્પષ્ટતા કરી છે અને લોકોને વગર વિચારે તારણો પર ન આવવા વિનંતી કરી છે.

ઓડિયો પાછળનું અણધાર્યું સત્ય: નુસરત ભરૂચા

સોશિયલ મીડિયા પર ચાલી રહેલી નકારાત્મકતાનો અંત લાવતા નુસરત ભરૂચાએ એ જ લોકેશન પરથી નવો વીડિયો શેર કર્યો છે જ્યાં તે મેચ જોઈ રહી હતી. આ વિવાદ પર ખુલાસો કરતા નુસરતે જણાવ્યું કે, “તમારા વાઇલ્ડ વિચારોને જરા શાંત રાખો. સોશિયલ મીડિયા પર જે અવાજને લઈને હોબાળો મચાવવામાં આવી રહ્યો છે, તે કોઈ માણસનો નથી પરંતુ ઘરમાં હાજર કૂતરાના નાના બચ્ચાનો છે. મેં એ જૂનો વીડિયો પહેલાં એટલા માટે ડિલીટ કરી દીધો હતો કારણ કે મને શંકા હતી કે લોકો તેનો ખોટો અર્થ કાઢશે, અને આખરે એવું જ થયું.”

તેણે વધુમાં ઉમેર્યું કે, “હું લોકોને અપીલ કરું છું કે ઓનલાઈન કોઈને પણ હેરાન (Harassment) કરવાનું બંધ કરો અને સોશિયલ મીડિયા પર કોઈ પણ ધારણાઓ ફેલાવતા પહેલાં જવાબદારીપૂર્વક વિચારો.”

નુસરત ભરૂચાના વીડિયોમાં તે 'વિચિત્ર અવાજ' કોનો હતો? અભિનેત્રીએ આખરે તોડ્યું મૌન! 2 - image

અભિનેત્રીએ પુરાવા તરીકે વીડિયો શેર કર્યો, ફેક પોસ્ટ્સની પોલ ખોલી

પોતાની વાત સાબિત કરવા માટે નુસરતે એ જ રૂમ અને ત્યાં હાજર નાના ગલુડિયાનો નવો વીડિયો પણ પુરાવા તરીકે અપલોડ કર્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા પર તેના નામે વાયરલ થઈ રહેલા એક ફેક સ્ટેટમેન્ટ અંગે પણ તેણે ખુલાસો કર્યો હતો.

નુસરતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “સોશિયલ મીડિયા પર મારી સત્તાવાર પ્રતિક્રિયા તરીકે જે સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે તે તદ્દન ખોટો છે અને મેં એવું કોઈ સ્ટેટમેન્ટ પોસ્ટ નથી કર્યું. મારા ફોલોઅર્સને મારી વિનંતી છે કે આવા કોઈ પણ અનધિકૃત કન્ટેન્ટ પર વિશ્વાસ ન કરો અને કોઈ પણ માહિતી આગળ શેર કરતા પહેલાં તેની સત્યતા તપાસી લો.”

આ પણ વાંચો: ‘પેદ્દી’ની સફળતા માટે જાહ્નવી કપૂરની માનતા… 3550 સીડીઓ ચઢીને પહોંચી તિરુપતિ

વર્ક ફ્રન્ટની વિગતો

જોકે, નુસરતની આ લેટેસ્ટ સ્પષ્ટતા બાદ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી તમામ અફવાઓ પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો, નુસરત ભરૂચા આગામી સમયમાં મનોજ બાજપેયી સાથે ફિલ્મ ‘ઘૂસખોર પંડુત’ જેનું ટાઈટલ ટૂંક સમયમાં બદલાય તેવી શક્યતા છે. આ સિવાય તે‘બન ટીક્કી’ નામની ફિલ્મમાં જોવા મળશે.



Source link

Related Articles

Back to top button