मनोरंजन

અજય દેવગણની દ્રશ્યમ થ્રીનું શૂટિંગ છેક હવે પત્યું | The shooting of Ajay Devgn’s Drishyam 3 has now been completed



– અલગ વાર્તાના પ્રચાર પર આધાર 

– મલયાલમમાં દ્રશ્યમ થ્રી રીલિઝ થઈ ગઈ અને 12 દિવસમાં 100 કરોડ કમાઈ પણ ગઈ

મુંબઇ : અજય દેવગણ અને તબ્બુની દ્રશ્યમ ૩નું શૂટિંગ પુરુ થઇ જતાં પોસ્ટ પ્રોડકશનનું કામ શરૂ થઇ ગયું છે. આ ફિલ્મ આગામી  બીજી ઓક્ટોબરે રીલિઝ થવાની છે. બીજી તરફ મોહનલાલની મલયાલમ ‘દ્રશ્યમ થ્રી’ ઓલરેડી રીલિઝ થઈ ચૂકી છે અને ૧૨ દિવસમાં ૧૦૦ કરોડથી વધુની કમાણી સમગ્ર દેશમાં કરી ચૂકી છે. 

આ સંજોગોમાં હવે અજય દેવગણની ટીમ એક જ વાતનો પ્રચાર કરી રહી છે કે મલયાલમ ‘દ્રશ્યમ થ્રી’ કરતાં હિન્દીની વાર્તા ઘણી જુદી હશે. 

આ વખતે હિન્દીમાંથી અક્ષય ખન્નાની બાદબાકી થઈ ગઈ છે અને તેને સ્થાને જયદીપ અહલાવતની એન્ટ્રી થઈ છે. તે સિવાય શ્રીયા સરન અને ઇશિતા દત્તા સહિતના કલાકારો પણ જોવા મળશે. 



Source link

Related Articles

Back to top button