પદમડુંગરી ખાતે જંગલ સંરક્ષણ-વાઈલ્ડ લાઈફ સંરક્ષણ અને જંગલ સંવર્ધન અંગેની મિટિંગ યોજાઈ
મિટિંગનું આયોજન , માર્ગદર્શન ડી.સી.એફ શ્રી આનંદકુમાર સાહેબ દ્વારા કરવામાં આવ્યું
વાંસદા
રિપોર્ટર – બ્રીજેશ પટેલ, સુનિલ ડાભી
પદમડુંગરી ખાતે અંબિકા હોલમાં ઉનાઈ રેન્જ દ્વારા જંગલ સંરક્ષણ-વાઈલ્ડ લાઈફ સંરક્ષણ અને જંગલ સંવર્ધન અંગેની મિટિંગ યોજાઈ તા. ૨૯/૦૬/૨૦૨૦ના રોજ ઉનાઈ રેન્જ દ્વારા જંગલ સંરક્ષણ-વાઈલ્ડ લાઈફ સંરક્ષણ અને જંગલ સંવર્ધન અંગેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પદમડુંગરી રેન્જમાં આવતા તમામ ગામોના સરપંચ શ્રીઓ ,ડેપ્યુટી સરપંચો , વનસમિતિ ઓના પ્રમુખો તથા મંત્રીઓ તમામ ગામોના આગેવાનોએ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં વનખાતા દ્વારા તથા ઉનાઈ રેન્જમાં હાલમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે નિયુક્તિ પામનાર શ્રી અશ્વિનભાઈ પુરોહિત દ્વારા તમામ ઉપસ્થિત મહાનુભાવોને જંગલ સંરક્ષણ માટે તથા વન્યજીવોના રક્ષણ માટે તથા પર્યાવરણની જાળવણી માટે જણાવ્યું હતું તમામ ઉપસ્થિતોએ આ અંગે બાંહેધરી આપી હતી સમગ્ર મિટિંગનું આયોજન અને માર્ગદર્શન શ્રી આનંદકુમાર ડી.સી.એફ.વ્યારા દ્વારા કરવામાં આવ્યું હતું તથા સમગ્ર મિટિંગનું સંચાલન તથા મિટિંગને સફળ બનાવવા માટે ઉનાઈ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી અશ્વિનભાઈ પુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું તથા તેમના દ્વારા સરપંચશ્રીઓ , વનસમિતિના પ્રમુખોને જંગલ રક્ષણ માટે માર્ગદર્શન આપ્યું હતું તથા પર્યાવરણની સુરક્ષા અંગે પ્રતિજ્ઞા લેવડાવી હતી