गुजरात
આમોદ નગરમાં સી.એસ.સી. ના તબીબ ને કોરોના પોઝિટિવ આવતા દર્દીઓ,અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ માં ખળભળાટ..
આમોદ
રિપોર્ટર – જાવીદ મલેક
ભરૂચ ઝાડેશ્વર સ્થિત ગણેશ સૃષ્ટિ માં રહેતા અને આમોદ સી.એ. સ.સી માં ફરજ બજાવતા ડૉ. અશોક પ્રભાત નો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડૉ. અશોક પ્રભાત આમોદ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર માં ફરજ બજાવતા હતા. જેને લઇ તેમની પાસેથી સારવાર લેનાર દર્દીઓમાં તેમજ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ ફફડાટ ઉભો થયો છે. તેમની સાથે ફરજ બજાવતા તબીબ ડૉ. સંજયકુમાર પણ એકજ સરકારી ક્વાર્ટરમાં રેહતા હોય તેઓ જાતે જ હોમ કોરોનટાઇન થઇ ગયા હતા. જેથી આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર હાલ કર્મચારીઓના ભરોસે ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. જો કે આરોગ્ય તંત્ર દ્રારા આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તકે દરીના કોઈ પગલાં લેવામાં આવ્યા ન હોવાની ફરીયાદો ઉઠી રહી છે..