मनोरंजन

રાહુલ મોદીએ શૂટ કરેલો શ્રદ્ધાનો ડાન્સ વીડિયો વાયરલ | Shraddha’s dance video shot by Rahul Modi goes viral



બંને કોઈ પ્રોજેક્ટમાં સાથે હોવાની ચર્ચા

શ્રદ્ધા અને રાહુલ ટૂંક સમયમાં લગ્ન કરી લેવાનાં હોવાની ચર્ચા પણ લાંબા સમયથી ચાલે છે

મુંબઈ : શ્રદ્ધા કપૂરનો  એક ડાન્સ વીડિયો વાયરલ  થયો છે. આ વીડિયો તેના બોયફ્રેન્ડ રાહુલ મોદીએ શૂટ કર્યો છે. આ વીડિયોમાં રાહુલ મોદી એક સ્ક્રીપ્ટ વાંચતો જોવા મળી રહ્યો છે. જે જોઇને લોકો અટકળ બાંધી રહ્યા છે કે, શ્રદ્ધા અને રાહુલ મોદી ફિલ્મમા ંસાથે કામ કરવાનાં છે. 

શ્રદ્ધા પૂર માઇકલ જેકસનના ગીત પર પોતાના ડાન્સ મૂવ્સ દેખાડી રહી હતી. ઉલ્લેખનીય છે કે, રાહુલ મોદી એક સ્ક્રીન રાઇટર અને ક્રિએટિવ ડાયરેકટર છે. આથી તે શ્રદ્ધા સાથે કોઈ ફિલ્મ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હોવાની ચર્ચા છે. 

શ્રદ્ધા હાલ ‘ઈથા’ ફિલ્મ માટે શૂૂટિંગ પૂર્ણ કરી ચૂકી છે. તે ટૂંક સમયમાં રાહુલ મોદી સાથે લગ્ન કરી લેશે તેવી અટકળો લાંબા સમયથી ચર્ચાયા કરે છે. જોકે, શ્રદ્ધાના પરિવારજનોએ આ અટકળોને સમર્થન આપ્યું નથી. 



Source link

Related Articles

Back to top button