રામ ચરણની પેડ્ડીની રિલીઝ જાપાન રદ થતાં મોટો ફટકો | Ram Charan’s Peddi release in Japan cancelled big blow

![]()
– જોકે આ બાબતે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી
મુંબઇ : રામ ચરણની ફિલ્મ પેડ્ડીને એક મોટો ઝટકો લાગ્યો છે. કોઇ પણ સ્પષ્ટતા વગર જાપાનના ડિસ્ટ્રીયુટર્સોએ આ ફિલ્મ જાપાનમાં રિલીઝ નહીં કરી શકાય તેવું જણાવીને આંચકો આપ્યો છે.જાપાનમાં સત્તાવાર રીતે રિલીઝ કરવાને રદ કરવામાં આવ્યું છે. આ ઘોષણા જાપાનમાં ફિલ્મનું ડિસ્ટ્રીબ્યૂશન સંભાળતી કંપની ઇંડો ઇગાની તરફથી કરીને ચાહકોની માફી માંગી છે. ડિસ્ટ્રીબ્યૂશન કપંનીની આ ઘોષણાથી ફિલ્મ પેડ્ડીની દુનિયાભરની કમાણીના આંકડા પર ફટકો જોવા મળશે. ૩૫૦ કરોડ રૂપિયાના બજેટવાળી આ ફિલ્મની બોક્સઓફિસ પર અસર જોવા મળશે.
કંપનીએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમારે અચાનક જ પેડ્ડીની રિલીઝને રદ કરવી પડે છે. અમને આ ઘોષણા કરતાં બહુ અફસોસ થાય છે અને અમને આશા છે કે અમારી સ્થિતિને તમે સમજશો. ડિસ્ટ્રીબ્યૂશન સંભાળતી કંપનીએ ફિલ્મસર્જકને રિલીઝ રદ કરવાની સ્પષ્ટતા કરી નથી તેમજ નવી રિલીઝની તારીખ પણ જણાવી નથી.



