राष्ट्रीय

ઇરાન સાથે યુદ્ધ વિરામ સમજૂતી લગભગ સધાઈ ગઇ છે પરંતુ હોર્મુઝ અંગે અનિશ્ચિતતા હજી રહી છે | Ceasefire agreement with Iran almost reached but uncertainty remains over Hormuz



અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ મન ખોલીને કહેલી વાત

અમેરિકા ઇરાન વચ્ચે જ સમજૂતી થઇ નથી પરંતુ ખાડી વિસ્તાર અન્ય ઘણા દેશો સાથે પણ સમજૂતી સધાઈ રહી છે : ટ્રમ્પ

નવી દિલ્હી: અમેરિકા ઇઝરાયલના ઇરાન સાથે ચાલતા સંઘર્ષ અંગે અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેમાં મહત્ત્વનો માર્ગ નીકળી રહ્યો છે અને ઇરાન સાથે યુદ્ધ વિરામ સમજૂતી લગભગ સધાઈ ગઇ છે.

પોતાનાં ટ્રૂથ સોશ્યલ પ્લેટફોર્મ ઉપર એક નિવેદન રજૂ કરતાં તેઓએ કહ્યું હતું કે એ વિસ્તારમાં શાંતિ સ્થાપવાના હેતુથી તૈાયર થતાં મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડીંગમાં હવે ફાયનલ ડીટેઇલ્સ ઉપર ધ્યાન કેન્દ્રિત થઇ રહ્યું છે. તેમાં વ્યૂહાત્મક રીતે મહત્વની તેવી હોર્મુઝ સ્ટ્રેઇટ્સ ખુલ્લી મુકવાનો પણ મુદ્દો હતો. પંરતુ તે અંગે હજી અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. તેમાં હજી સુધી ખરા અર્થમાં તો બંધ જ રહેલી હોર્મુઝ સ્ટ્રેઇટ્સ ખુલ્લી મુકવાનો મુદ્દો હજી ગૂંચવાયેલો રહ્યો છે.

બીજી તરફ ઇરાની મીડીયાએ જણાવ્યું છે કે પ્રમુખ ટ્રમ્પનો આ દાવો વાસ્તવિક્તાથી વિરોધાભાસી છે. ઇરાનના મીડીયા રીપોર્ટસ વધુમાં જણાવે છે કે ઃ ઇરાને તે સ્વીકાર્યું જ છે કે તે પહેલાં જેટલાં જ જહાજો હોર્મુઝમાંથી પસાર થવા દેશે પરંતુ તેનો અર્થ કે ઇરાને તે સ્વીકાર્યું જ છે કે તે પહેલાં જેટલાં જ જહાજો હોર્મુઝમાંથી પસાર થવા દેશે, પરંતુ તેનો અર્થ તેવો નથી કે તે નિઃશુલ્ક રીતે ફી લીધા વીના પહેલાંની જેમ જવા દેશે. વાસ્તવમાં દરેક જહાજે હોર્મુઝમાંથી પસાર થવાનો તેનો દિવસ અને સમય તેનો સ્પષ્ટ માર્ગ જહાજની ગતિવિધિ જણાવવાં પડશે પછી જ તેને હોર્મુઝમાંથી પસાર થવાની પરમિટ મળશે. તે પરમિટ આપવાનો અધિકાર એક માત્ર ઇસ્લામિક રીપબ્લિક ઓફ ઇરાનનો જ રહેશે. આમ હોર્મુઝ અંગે અનિશ્ચિતતા અને અસમજસ્ય ઉભાં થયાં છે.

ડૉનાલ્ડ ટ્રમ્પે તેમાં ટૂથ સોશ્યલ ઉપર વધુમાં જણાવ્યું છે કે માત્ર વૉશિંગ્ટન અને તહેરાન વચ્ચે મંત્રણા આવે છે તેવું નથી પરંતુ આ વિવાદ ઉકેલવામાં જે દેશો રાજદ્વારી રીતે સાથ આપી રહ્યા છે તેઓ સાથે પણ મંત્રણાઓ ચાલી રહી છે.

આ જાહેરાત કરતાં પહેલાં ટ્રમ્પે કતાર, સાઉદી અરબસ્તાન, યુ.એ.ઇ., પાકિસ્તાન, જોર્ડન અને ઇજીપ્ત તથા તૂર્કી અને બહેસ્થિતના વરિષ્ટ અધિકારીઓ સાથે વાત કરી લીધી હતી. આ મંત્રણાઓને રચનાત્મક પણ ટ્રમ્પે કહી હતી.

તેઓ જે કહે તે પરંતુ વિશ્લેષણકારો માને છે કે પ્રમુખ ટ્રમ્પ અત્યારે ઘણા જ કન્ફ્યુસ્ડ લાગે છે. થોડા દિવસો પૂર્વે તેમણે કહ્યું હતું કે જો મંત્રણા પડી ભાંગશે તો અમેરિકા ઇરાન પર ફરી હુમલો કરશે. પછી તેમણે કહ્યું કે ગલ્ફ કન્ટ્રીઝ સંયમ રાખવા કહ્યું હોવાથી વધુ હુમલા કરવાનું નિવાર્યું છે.



Source link

Related Articles

Back to top button