પરેશ રાવલે હેરાફેરી થ્રી છોડયાની અફવાઓ ફગાવી | Paresh Rawal denies rumors of quitting Hera Pheri 3

![]()
– વિવાદોની હેરાફેરી ચાલુ ને ચાલુ જ
– પરેશ રાવલે ફિલ્મ છોડી સાઈનિંગ એમાઉન્ટ વ્યાજ સાથે પરત કર્યાનો દાવો થયો હતો
મુંબઈ: ‘હેરાફેરી થ્રી’ ફિલ્મ અંગે વિવાદોની વણઝાર સતત ચાલુને ચાલુ જ રહી છે.
ફરી એકવાર એવી અફવા વહેતી થઈ હતી કે પરેશ રાવલે આ ફિલ્મ છોડી દીધી છે. જોકે, ખુદ પરેશ રાવલે આ અફવા તથ્યહીન હોવાનું જણાવ્યું હતું.
બોલિવુડ વર્તુળોમાં વાત વહેતી થઈ હતી કે પરેશ રાવલે આ વખતે સાઈનિંગ એમાઉન્ટ ૧૫ ટકા વ્યાજ સાથે પણ પાછી આપી દીધી છે. પરેશ રાવલે ફરી ફિલ્મ છોડી દેતાં આ પ્રોજેક્ટ પર ગ્રહણ લાગી ગયું છે.
ઉલ્લેખનીય છે કે પરેશ રાવલે આ ફિલ્મ છોડી દીધી હોય તેવો વિવાદ નવો નથી. અગાઉ પણ પરેશ રાવલે અચાનક ફિલ્મમાંથી એક્ઝિટ લઈ લીધી હતી. તે પછી નિર્માતા તરીકે અક્ષય કુમારે તેને લીગલ નોટિસ પણ આપી હતી.
જોકે, બાદમાં બંને કલાકારો વચ્ચે સમાધાન થઈ ગયું હતું.
પહેલીવાર ‘હેરાફેરી’ ૨૦૦૦ની સાલમાં આવી હતી અને સુપરહિટ થઈ હતી. તે પછી ૨૦૦૬માં તેનો બીજો ભાગ આવ્યો હતો. જોકે, ત્યાર પછી ત્રીજો ભાગ કોઈને કોઈ કારણોસર અટકતો રહે છે.



