કાન્સમાં છવાઈ એશ્વર્યા રાય બચ્ચન, 1500 કલાકની મહામહેનતે તૈયાર કરેલો ડ્રેસ પહેરીને પહોંચી | Aishwarya rai Bachchan attend cannes red carpet

![]()
Aishwarya at Cannes: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની અસલી રાણી આખરે પાછી આવી ગઈ છે. બોલિવૂડ સુપરસ્ટાર ઐશ્વર્યા રાય બચ્ચને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026ના રેડ કાર્પેટ પર શાનદાર વાપસી કરીને ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે દુનિયાભરમાં ફેશનની સૌથી આઇકોનિક હસ્તીઓમાંની એક છે. ફ્રેન્ચ રિવેરા પર તેમની એન્ટ્રીની ખબર આવતાં જ લોકો તેના લુકને જોવા આતુર બન્યા હતા અને ત્યાં પહોંચતા જ અભિનેત્રીના ક્યૂટ અંદાજે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
મશીન નહીં, 1,500 કલાકની હાથની મહેનતથી બન્યો આ ખાસ ગાઉન
રેડ કાર્પેટ પર બોલિવૂડ ક્વીન ઐશ્વર્યા રાયે જાણીતા ડિઝાઈનર અમિત અગ્રવાલનું કસ્ટમ ક્રિએશન ‘લ્યુમિનારા’ પહેર્યું હતું. આ એક સ્કલ્પ્ચરલ કૂટ્યુર આઉટફિટ છે, જે પ્રકાશની ગતિ અને ઊર્જાથી પ્રેરિત છે. ગાઉનનો રંગ ગાઢ મિડનાઇટ બ્લૂ હતો, જેમાં કોસ્મિક ટોનનો અદભુત સંગમ જોવા મળતો હતો.
આ ગાઉનની સૌથી ખાસ વાત તેના પર કરાયેલું ક્રિસ્ટલ વર્ક હતું. અહેવાલો અનુસાર, અમિત અગ્રવાલની સિગ્નેચર “ક્રિસ્ટલ વેન” એમ્બ્રોઇડરી ધરાવતા આ માસ્ટરપીસને તૈયાર કરવામાં 1,500 કલાકથી વધુ સમય લાગ્યો હતો. આ આખો ડ્રેસ કોઈ મશીનથી નહીં, પરંતુ કારીગરો દ્વારા સંપૂર્ણપણે હાથથી તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં હજારો ચમકતા ક્રિસ્ટલ્સને ખૂબ જ બારીકાઈથી સજાવવામાં આવ્યા હતા.
શાહી લુક અને કિલર અંદાજ
ડ્રેસને વધુ ડ્રામેટિક અને રોયલ લુક આપવા માટે ઐશ્વર્યાએ મેચિંગ સેટિન ગ્લોવ્ઝ અને દુપટ્ટા-સ્ટાઇલ ડ્રેપ સાથે પોતાનો આઉટફિટ પૂર્ણ કર્યો હતો, જે તેમના હાથ પર ખૂબ જ સુંદર રીતે ફેલાયેલો હતો. સેલિબ્રિટી સ્ટાઇલિશ મોહિત રાએ ઐશ્વર્યાને આ ખાસ લુક માટે સ્ટાઇલ કરી હતી.
ઐશ્વર્યાએ ગળામાં સાપ આકારથી પ્રેરિત અને ડાયમંડ તેમજ બ્લૂ સફાયર જડેલો કિંમતી નેકલેસ પહેર્યો હતો. આ સાથે તેની બોલ્ડ સ્ટેટમેન્ટ રિંગ્સે તેના લુકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. આ હેવી આઉટફિટ સાથે ઐશ્વર્યાએ સોફ્ટ મેકઅપ પસંદ કર્યો હતો, જેમાં ડિફાઇન્ડ બોલ્ડ આંખો, રોઝી લિપ્સ અને લ્યુમિનસ સ્કીનનો સમાવેશ થાય છે. તેના લાંબા વાળને સાઇડ-સ્વીપ કરીને વોલ્યુમસ વેવ્સ સાથે ગ્લેમરસ ફિનિશ આપવામાં આવી હતી.
નિરાશ થયેલા ફેન્સને આપ્યું મોટું સરપ્રાઇઝ
23 મેના રોજ કાન્સ ફેસ્ટિવલની ક્લોઝિંગ સેરેમની છે અને ફેન્સ ત્યાં ઐશ્વર્યાને જોવા માટે આતુર હતા. જોકે, સેરેમની નજીક આવવા છતાં ઐશ્વર્યા ન દેખાતા ચાહકો આશા છોડી ચૂક્યા હતા. પરંતુ 22 મેના રોજ ઐશ્વર્યાએ અચાનક કાન્સ પહોંચીને પોતાના ચાહકોને મોટું સરપ્રાઇઝ આપ્યું હતું. રેડ કાર્પેટ પર એન્ટ્રી કરતાં જ અભિનેત્રીએ ભારતીય સંસ્કૃતિ મુજબ ‘નમસ્તે’ કહીને સૌના દિલ જીતી લીધા હતા અને ફેન્સ તરફ ફ્લાઇંગ કિસ પણ આપી હતી.
આ પણ વાંચો: શું શાહરૂખની ‘કિંગ’નો રેકોર્ડ તોડશે ‘રામાયણ’? હિન્દી રાઈટ્સ માટે ₹450 કરોડની ડિમાન્ડ
દીકરી આરાધ્યા સાથે વાયરલ થઈ તસવીરો
કાન્સના રેડ કાર્પેટ પર દર વખતની જેમ આ વર્ષે પણ ઐશ્વર્યાની સાથે તેમની દીકરી આરાધ્યા બચ્ચન આકર્ષણનું કેન્દ્ર બની હતી. આરાધ્યાએ પણ ખૂબ જ ગ્લેમરસ અને આત્મવિશ્વાસભર્યા અંદાજમાં હાજરી આપી હતી. હાલ સોશિયલ મીડિયા પર માતા-પુત્રી બંનેના આ લુક્સ અને તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.



