मनोरंजन

વરુણ ધવનને હોલિવુડની ઓફર મળી હોવાની ચર્ચા | There is talk of Varun Dhawan getting a Hollywood offer



– લોરેન્સ કાસાનોફ સાથે વાત ચાલતી હોવાનો દાવો

– હૈ જવાની તો ઈશ્ક હોના હૈની નેગેટિવ પબ્લિસિટી વચ્ચે જ ચર્ચાથી તર્કવિતર્ક

મુંબઈ : વરુણ ધવનને હોલિવુડમાં એક ફિલ્મની ઓફર મળી હોવાનું કહેવાય છે. અમેરિકી ફિલ્મ નિર્મતાા લોરેન્સ કસાનોફ અને વરુણ વચ્ચે હાલ આ  પ્રોજેક્ટ માટે વાત ચાલી રહી હોવાનું કહેવાય છે. ‘મોર્ટલ કોમ્બેટ’ ફિલ્મથી જાણીતા લોરેન્સ એક ઈન્ટર પેરેલલ યુનિવર્સ પર ફિલ્મ બનાવી રહ્યા હોવાનું કહેવાય છે. 

જોકે, આ દાવો એવા સમયે થઈ રહ્યો છે  જ્યારે વરુણની ફિલ્મ ‘હૈ જવાની તો ઈશ્ક હોના હૈ’ને નેગેટિવ પબ્લિસિટી મળી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર પણ હાલ  કાનૂની વિવાદના કારણે કેન્સલ કરવું પડયું છે. 

વરુણની પાછલી ફિલ્મ ‘બોર્ડર ટુ’ હિટ રહી હતી પરંતુ તેની ક્રેડિટ માત્ર સની દેઓલને જ મળી હતી. 

તે સિવાય પાછલા દશકામાં તેણે કોઈ મોટી હિટ ફિલ્મ આપી નથી. 



Source link

Related Articles

Back to top button