मनोरंजन

સલમાનનો ટોપલેસ ફોટો જોઈને એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાની ફિદા, જુઓ શું કમેન્ટ કરી… | Salman Khan ex girlfriend comment on his topless photo know what



Salman and Sangeeta: સલમાન ખાન ફરી એકવાર પોતાના નવા લુક અને ફિટનેસને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. સલમાને તાજેતરમાં પોતાનો એક શર્ટલેસ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જેમાં તેનું ટ્રાન્સફોર્મેશન અને ફિટ બોડી જોઈને ફેન્સ આશ્ચર્યમાં પડી ગયા હતા. ખાસ વાત એ છે કે તેની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીએ પણ આ ફોટો પર પ્રતિક્રિયા આપી હતી.

સલમાન ખાને ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોમાં તે ડિમ લાઇટવાળા રૂમમાં સોફા પર બેઠેલો જોવા મળી રહ્યો છે. ફોટો સાથે તેણે એક કેપ્શન પણ લખ્યું હતું, જેમાં “Alone” અને “Lonely” વચ્ચેનો ફરક સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. સલમાને કેપ્શન આપી હતી કે ‘પોતાની સાથે બે રીતે રહી શકાય છે. એમાં એક ‘અલોન’ અને બીજી ‘લોનલી’. ‘અલોન’ એટલે પોતાની પસંદથી એકલા રહેવું, જ્યારે ‘લોનલી’ એટલે જ્યારે કોઈ તમારી સાથે રહેવા માંગતું ન હોય. હવે આગળ શું કરવું એ તમારે પોતે સમજવાનું છે.’

સંગીતા બિજલાનીની કમેન્ટે ખેંચ્યું ધ્યાન

સલમાનની પોસ્ટ પર સંગીતા બિજલાનીએ “Uff!” લખીને ફાયર ઇમોજી પોસ્ટ કરી હતી. તેની આ પ્રતિક્રિયાએ સોશિયલ મીડિયા યુઝર્સનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. ઘણા ફેન્સે બંનેના જૂના સંબંધોને યાદ કર્યા હતા.

સલમાન અને સંગીતા 1980ના દાયકામાં લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ બંનેના લગ્ન સુધીની ચર્ચાઓ થઈ હતી અને લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા, પરંતુ પછી તેમના સંબંધનો અંત આવી ગયો હતો. આજે પણ બંને વચ્ચે સારા સંબંધો હોવાનું અનેક વખત જોવા મળ્યું છે.

60ની ઉંમરે પણ ફિટનેસથી ફેન્સ ઇમ્પ્રેસ

સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે સલમાન ખાનની ફિટનેસની પ્રશંસા કરી હતી. ઘણા લોકોએ લખ્યું કે તેને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે તે 60 વર્ષની નજીક છે. કેટલાક ફેન્સે તો તેમને “Bollywoodનો Sultan” પણ ગણાવ્યો હતો.

સલમાન ખાન લાંબા સમયથી પોતાની ફિટનેસ અને વર્કઆઉટ માટે જાણીતો છે. સલમાન હાલમાં પોતાના આગામી પ્રોજેક્ટ્સને લઈને પણ ચર્ચામાં છે અને તેમના નવા લુકને જોઈ ફેન્સમાં ઉત્સાહ વધી ગયો છે.

આ પણ વાંચો: ક્રિકેટ, કુશ્તી અને રેસ! એક જ ફિલ્મમાં 3 અવતાર: રામ ચરણની ‘Peddi’નું ટ્રેલર રિલીઝ, જાહ્નવી કપૂરનો દેશી અંદાજ

મમ્મીએ કર્યો સવાલ

સલમાનનો આ ફોટો બ્રેકિંગ ન્યૂઝ બની જતાં તેણે આ માટે ઇન્સ્ટાગ્રામ પર ફરી સફાઈ આપવી પડી હતી. આ વિશે સલમાને પોસ્ટમાં કહ્યું હતું કે ‘અરે હું પોતાના વિશે વાત નહોતો કરી રહ્યો. હું કેવી રીતે અલોન હોઈ શકું જ્યારે મારી પાસે ખૂબ જ સુંદર ફેમિલી અને ફ્રેન્ડ્સ છે. આ સાથે જ હું કેવી રીતે લોનલી હોઈ શકું જ્યારે મારી પાસે તમારા જેવા ચાહકો છે, તેમની શુભેચ્છા અને દુઆ મારી સાથે છે. હું તો સૌથી મોટો શુક્ર માનનારો વ્યક્તિ છું. હું ઘણી વાર લોકો સાથે રહીને કંટાળી જાઉં છું એટલે પોતાના માટે સમય કાઢી લઉં છું. બસ. આ વખતે ફોટો નથી મૂકી રહ્યો કારણ કે બ્રેકિંગ ન્યૂઝ બનાવી દીધો છે. મમ્મી પણ પૂછી રહી છે કે ક્યા હુઆ બેટા? બસ તમે લોકો ચિલ મારો.’





Source link

Related Articles

Back to top button