मनोरंजन

આલિયા ભટ્ટને કાન્સ માટે ટ્રોલ કરાતાં માતા સોની વિફરી | Alia Bhatt mother Soni furious after being trolled for Cannes



– અમીષા પટેલ પણ આલિયાના ટેકામાં

– સોશિયલ મીડિયા પર નફરત ચાલે છે, આપણા સમાજનું પ્રતિબિંબ તેવી સોનીની કોમેન્ટ

મુંબઈ : આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વેસ્ટર્ન મીડિયા દ્વારા આલિયા ભટ્ટની ઉપેક્ષા કરવામાં આવી હતી અને કોઈ ફોટોગ્રાફરનું તેના પર ધ્યાન ન હતું એવી એક ક્લિપ વાયરલ થયા બાદ આલિયાની માતા સોની રાઝદાન ભારે ઉકળી ઉઠી છે. બીજી તરફ એકટ્રેસ અમીષા પટેલે પણ આલિયાને સપોર્ટ કર્યો છે. 

સોશિયલ મીડિયા પર આલિયાને મળેલા પ્રતિભાવ વિશેની એક પોસ્ટ પર કોમેન્ટ કરતાં સોની રાઝદાને કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર પ્રેમ અને મનોરંજન સાથે નફરતનું પણ એટલું જ ચલણ છે. આ બાબત આપણા સમાજનું પ્રતિબિંબ દર્શાવે છે. આવનારાં વર્ષોમાં આ બાબતે આપણે બહુ ગંભીર  સમાજશાસ્ત્રીય ચર્ચાઓ કરવી પડશે. 

અમીષા પટેલે આલિયાને ટ્રોલ કરનારાઓને ઝાટકી નાખતાં કહ્યું હતું કે આપણે ભારતીયો જ એકબીજાને નીચે પાડી દેવામાં રચ્યાપચ્યા રહીએ છીએ આ આપણી માનસિકતાનું પ્રદર્શન છે. 



Source link

Related Articles

Back to top button