राष्ट्रीय

AIથી લઈને 6G અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સુધી… PM મોદીના સ્વીડન પ્રવાસમાં 5 મેગા ડીલ | pm modi sweden visit strategic partnership sitac corridor



PM Modi Sweden visit 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સ્વીડનના ગોથેનબર્ગ ખાતે યુરોપિયન રાઉન્ડ ટેબલ ફોર ઈન્ડસ્ટ્રીમાં ભાગ લઈ પોતાની પાંચ દેશોની વિદેશ યાત્રાનો એક મહત્વપૂર્ણ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ અગાઉ તેઓ સંયુક્ત આરબ અમીરાત (UAE) અને નેધરલેન્ડ્સની ઉચ્ચ સ્તરીય મુલાકાતે પણ ગયા હતા.

17 મેના રોજ યોજાયેલા આ ખાસ કાર્યક્રમનું સહ-યજમાનપદ સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસન અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન દ્વારા સંભાળવામાં આવ્યું હતું. જે ભારત અને યુરોપ વચ્ચેના રાજદ્વારી અને વ્યાપારી સંબંધોની દ્રષ્ટિએ અત્યંત મહત્વનું ગણાય છે.

ભારત-સ્વીડન સંબંધો હવે વ્યૂહાત્મક ભાગીદારીમાં બદલાયા

આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન ભારત અને સ્વીડને વર્ષ 2026-2030 માટે એક સંયુક્ત નિવેદન અને જોઈન્ટ એક્શન પ્લાન જાહેર કર્યો છે. આ સાથે જ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને વધારીને વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ માળખાનો ઉદ્દેશ્ય આર્થિક અને સુરક્ષા ક્ષમતાને મજબૂત કરવાનો તેમજ ઉભરતી ટેકનોલોજી અને ટકાઉ વિકાસમાં સહયોગ વધારવાનો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, આ પરિણામો ભારત-સ્વીડન સંબંધોને એક નવી ઊર્જા અને ગતિ પ્રદાન કરશે. મને પૂરો વિશ્વાસ છે કે ભારત-સ્વીડન ભાગીદારી વધુ સમૃદ્ધ અને ભવિષ્યલક્ષી પૃથ્વીના નિર્માણમાં સાર્થક યોગદાન આપશે.

પીએમ મોદીની સ્વીડન મુલાકાતના 6 મુખ્ય પરિણામો

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે વડાપ્રધાનની આ મુલાકાતથી થયેલા મહત્વના કરારોની યાદી જાહેર કરી છે.

1. જોઇન્ટ ઇનોવેશન પાર્ટનરશિપ 2.0 લોન્ચ કરાઈ

આ અંતર્ગત એક વર્ચ્યુઅલ ભારત-સ્વીડન સંયુક્ત વિજ્ઞાન અને તકનીકી કેન્દ્ર સ્થાપવાની યોજના છે. જેનાથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), 6G, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સ્પેસ, ટકાઉ માઇનિંગ અને લાઇફ સાયન્સ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધુ ઊંડો બનશે.

2. SITAC કોરિડોરને મંજૂરી

બંને દેશોએ સંયુક્ત રીતે ભારત-સ્વીડન ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોરિડોરના વિકાસને મંજૂરી આપી છે. આ પહેલનો હેતુ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, અદ્યતન ટેકનોલોજી સંશોધન અને સ્ટાર્ટઅપ્સ વચ્ચે મજબૂત ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે.

3. વ્યાપાર પાંચ વર્ષમાં બમણો કરવાનો લક્ષ્યાંક

ભારત અને સ્વીડન આગામી પાંચ વર્ષમાં પરસ્પર દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણને બમણું કરવા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા છે. આ પગલાથી વ્યાપારી વૃદ્ધિને ટેકો મળશે અને ભારતના ‘મેક ઇન ઇન્ડિયા’ કાર્યક્રમને વધુ બળ મળશે.

4. નવીનતમ ક્ષેત્રોમાં રોકાણ માટે આમંત્રણ

વડાપ્રધાને યુરોપિયન કંપનીઓને ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેમિકન્ડક્ટર્સ, ઇલેક્ટ્રોનિક્સ, ડીપ-ટેક મેન્યુફેક્ચરિંગ અને રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઊર્જા) જેવા ક્ષેત્રોમાં સહયોગ અને રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું છે.

5. સ્ટાર્ટઅપ પ્લેટફોર્મથી રોજગારી વધશે

યુવાનોમાં ઉદ્યોગસાહસિકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવા તેમજ નવી રોજગારીની તકો ઊભી કરવા માટે બંને દેશો મળીને ‘ઇન્ડિયા-સ્વીડન SME અને સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ’ વિકસાવશે.

6. ટાગોર-સ્વીડન લેક્ચર સિરીઝ ની જાહેરાત

બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને બૌદ્ધિક સંબંધોને વધુ મજબૂત કરવા માટે વિકાસ ભી વિરાસત ભીની થીમ હેઠળ ટાગોર-સ્વીડન લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવશે.



Source link

Related Articles

Back to top button