राष्ट्रीय

AAP નેતા દીપક સિંગલાની ધરપકડ, દિલ્હી-ગોવામાં દરોડા બાદ EDની મોટી કાર્યવાહી | delhi ed raids aap leader deepak singla bank loan fraud



AAP Leader Deepak Singla ED Search: દિલ્હીમાં રાજકીય ગરમાવો વધારતા સમાચાર સામે આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સોમવારની વહેલી સવારે આમ આદમી પાર્ટીના (AAP) નેતા દીપક સિંગલા સહિત અન્ય કેટલાક લોકોના સ્થળો પર સામૂહિક દરોડા પાડવામાં આવ્યા છે. કથિત બૅંક લોન ફ્રોડ અંગેના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.જો કે લાંબી તપાસના અંતે બપોરે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. 

દિલ્હીના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મની લોન્ડરિંગ કેસમાં કલાકો સુધી ચાલેલી પૂછપરછ અને દરોડા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આમ આદમી પાર્ટી (AAP) ના વરિષ્ઠ નેતા દીપક સિંગલાની ધરપકડ કરવામાં આવી છે. 9 દિવસની અંદર જ આપના વધુ એક મોટા નેતાની ધરપકડ થતાં પક્ષમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કલાકોની પૂછપરછ બાદ મોટી કાર્યવાહી

સોમવારની વહેલી સવારથી જ EDની ટીમોએ દિલ્હી અને ગોવામાં દીપક સિંગલા સાથે જોડાયેલા અનેક ઠેકાણાઓ પર એકસાથે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી કથિત બેંક લોન ફ્રોડ અંગેના મની લોન્ડરિંગ કેસ અંતર્ગત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સર્ચ ઓપરેશન બાદ EDની ટીમે દીપક સિંગલાની કલાકો સુધી પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેઓ કેટલાય સવાલોના સંતોષકારક જવાબો આપી શક્યા નહોતા અને ઘણા પ્રશ્નો ટાળતા રહ્યા હતા, જેના કારણે અંતે તેમની ધરપકડ કરવામાં આવી છે.

ભૂતકાળની તપાસ

દીપક સિંગલા દિલ્હીની વિશ્વાસ નગર વિધાનસભા બેઠક પરથી આપના ઉમેદવાર રહી ચૂક્યા છે અને હાલ ગોવા રાજ્યના સહ-પ્રભારી છે. આ પહેલાં વર્ષ 2024માં પણ આ જ તપાસના ભાગરૂપે ED દ્વારા તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા.

વધુ એક આપનેતા જેલ હવાલે

આમ આદમી પાર્ટી માટે આ બહુ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે કારણ કે છેલ્લા 9 દિવસમાં પાર્ટીના આ બીજા મોટા નેતાની ધરપકડ છે. આ અગાઉ 9 મેના રોજ ED દ્વારા પંજાબ સરકારના મંત્રી સંજીવ અરોરાની એક અલગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ટૂંકા ગાળામાં થયેલી આ ધરપકડોને પગલે આમ આદમી પાર્ટી કેન્દ્ર સરકાર પર અત્યંત આક્રમક બની છે અને તેને રાજકીય ષડયંત્ર ગણાવી રહી છે.

પૂર્વ સીએમ આતિશીનો ગંભીર આરોપ

દીપક સિંગલાની ધરપકડને પગલે દિલ્હીના પૂર્વ મુખ્યપ્રમુખ આતિશીએ કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓ પર આકરા પ્રહારો કર્યા છે અને આ સમગ્ર એક્શનને આગામી ચૂંટણી સાથે જોડ્યો છે. ગોવા રાજ્યમાં આમ આદમી પાર્ટીની સતત વધી રહેલી લોકપ્રિયતાથી ડરીને જ દીપક સિંગલા પર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. ગોવામાં પણ આપના કાર્યકરો પર દરોડા પાડવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળની જેમ જ ગોવામાં પણ આમ આદમી પાર્ટીનો અંગત ડેટા ચોરી કરવાનો મોટો પ્રયાસ થઈ રહ્યો છે.

અનેક સ્થળો પર દરોડા

EDના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સર્ચ ઓપરેશન માત્ર દિલ્હી પૂરતું સીમિત નથી, પરંતુ ગોવામાં પણ દીપક સિંગલા સાથે જોડાયેલા સ્થળો પર તપાસ ચાલી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોમવારે સવારે લગભગ 06.00 વાગ્યે જ EDની ટીમો દીપક સિંગલાના નિવાસસ્થાને અને અન્ય સ્થળો પર પહોંચી ગઈ હતી.

કોણ છે દીપક સિંગલા?

દીપક સિંગલા દિલ્હીની વિશ્વાસ નગર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહી ચૂક્યા છે. તેમના સોશિયલ મીડિયા ‘X’ના બાયો પ્રોફાઇલ અનુસાર, તેઓ MCD(દિલ્હી મહાનગરપાલિકા)માં આમ આદમી પાર્ટીના સહ-પ્રભારી છે અને તેની સાથે મહારાષ્ટ્ર તથા ગોવા રાજ્યના પ્રભારીની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. નોંધનીય છે કે, વર્ષ 2024માં પણ ED દ્વારા તેમના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

એજન્સીઓનો પર્સનલ ગુંડાની જેમ ઉપયોગ

દીપક સિંગલાના ઘરે પડેલા દરોડાને પગલે આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આપના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રિયા આપી છે. મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, ED, CBI અને ચૂંટણી પંચ જેવી સંસ્થાઓનો પોતાના પર્સનલ ગુંડાની જેમ ઉપયોગ કરીને મોદીજી વિપક્ષના નેતાઓને ચૂંટણી જીતતા રોકી શકે છે. પરંતુ દેશની અર્થવ્યવસ્થાને અને રૂપિયાની સતત ઘટતી આબરૂને સંભાળી શકતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ પંજાબમાં પણ આપના મોટા નેતાઓ પર EDની તવાઈ આવી છે, જેમાં ભગવંત માન સરકારના મંત્રી સંજીવ અરોરાની ધરપકડ પણ કરવામાં આવી હતી.

180 કરોડની છેતરપિંડીનો ગોટાળો

આ ઉપરાંત અન્ય એક અલગ કેસમાં પણ કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા દિલ્હીમાં મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં રોકાણ(ઇન્વેસ્ટમેન્ટ)ના નામે લોકો સાથે આશરે 180 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ છે. આ મામલે અંતર્ગત દિલ્હીના સુભાષ નગરમાં બાબાજી ફાયનાન્સ ગ્રૂપના રામ સિંહ નામના વ્યક્તિના સ્થળો પર પણ EDની ટીમો સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.



Source link

Related Articles

Back to top button