राष्ट्रीय

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીનો જંગ | Karnataka Congress Crisis Siddaramaiah And DK Shivakumar Fight For CM Chair Escalates



Karnataka Congress Crisis : કોંગ્રેસ એક પછી એક મુશ્કેલીઓનો સામનો કરી રહી હોય, તેમ વધુ એક સંકટમાં ફસાઈ ગઈ છે. તાજેતરમાં જ કેરલમ વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ મુખ્યમંત્રી પદ માટે ત્રણ દાવેદારોએ કોંગ્રેસની ચિંતા વધારી દીધી હતી, જોકે કોંગ્રેસે છેવટે એકની પસંદગી કરીને મુખ્યમંત્રી બનાવી દીધા છે. હવે કર્ણાટકમાં અનેક સ્થળે લગાવાયેલા પોસ્ટરો અને રાજ્યમાં ચાલી રહેલી નીત-નવી અટકળોએ કોંગ્રેસનું ફરી ટેન્શન વધારી દીધું છે. વાસ્તવમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર વચ્ચે ફરી આંતરિક ડખા શરૂ થયા હોવાની અટકળો વહેતી થયા બાદ કોંગ્રેસ ફરી એલર્ટ મોડ પર આવી ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

કર્ણાટક કોંગ્રેસમાં ફરી આંતરિક ડખા

મીડિયા રિપોર્ટ મુજબ, કર્ણાટક કોંગ્રેસમાં સત્તાને લઈને ફરી આંતરીક ડખા શરૂ થઈ ગયા છે. ગયા વર્ષે પણ આ વિવાદ સામે આવ્યો હતો, જોકે તે વખતે તેને શાંત પાડી દેવાયો હતો. નવેમ્બર-2025માં કર્ણાટકના રાજકારણમાં મોટો વિવાદ ત્યારે સામે આવ્યો હતો, જ્યારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર વચ્ચે સત્તાને લઈને કથિત ખેંચતાણ શરૂ થઈ ગઈ હી. તે વખતે કોંગ્રેસ હાઈકમાન્ડ મોટો નિર્ણય લે તે પહેલા જ વિવાદ ટાળવામાં સફળ રહ્યા હતા. કોંગ્રેસે કેરલમ સત્તાનો મામલો નિપટાવી લીધો છે અને હવે પાર્ટીનું ધ્યાન કર્ણાટક તરફ વળી ગયું છે, કારણ કે સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે ફરી આંતરિક રાજકીય લડાઈ શરૂ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે.

NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટર માઇન્ડ! પરીક્ષા પહેલા જ સવાલો આપી દીધાનો આરોપ

કેબિનેટમાં ફેરફાર મુદ્દે સિદ્ધારમૈયા-શિવકુમાર વચ્ચે વિવાદ?

એકતરફ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા કેબિનેટમાં ફેરફાર કરવા અને ખાલી પડેલા મંત્રી પદોને ભરવા માંગે છે, તો બીજીતરફ શિવકુમાર અઢી-અઢી વર્ષના કાર્યકાળની ડીલ મુજબ મુખ્યમંત્રી બનવાની મહત્વકાંક્ષાઓ લઈને બેઠા છે. કોંગ્રેસ વર્તુળોમાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે, જો કેબિનેટમાં ફેરફાર થશે, સિદ્ધારમૈયા સરકાર અને ધારાસભ્ય દળ પર પક્કડ મજબૂત કરી લેશે તો શિવકુમારની સીએમ બનવાની આશાઓ નબળી પડી શકે છે.

કર્ણાટકમાં ફરી અઢી-અઢી વર્ષના કાર્યકાળની ચર્ચા

એવી પણ ચર્ચાઓ છે કે, સિદ્ધારમૈયાના સમર્થકો રાહ જુઓની રણનીતિ અપનાવી રહ્યા છે, જ્યારે શિવકુમારના સમર્થકો કોંગ્રેસ હાઈકમાન્ડને અઢી-અઢી વર્ષના કાર્યકાળની ડીલ યાદ અપાવી રહ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસ ધારાસભ્યો પણ કોંગ્રેસ હાઈકમાન્ડ પર દબાણ વધારવાનું કામ કરી રહ્યા છે, કારણ કે, તેઓ કેબિનેટમાં મંત્રી પદ મેળવવાની આશા લઈને બેઠા છે.

આ પણ વાંચો : IPLના વિસ્ફોટક ઓપનર્સ હવે શ્રીલંકામાં ગજવશે મેદાન, તિલક વર્મા કેપ્ટન: ઈન્ડિયા-A ટીમની જાહેરાત

શિવકુમાર રાજ્યના આગામી મુખ્યમંત્રી !

કર્ણાટકના રાજકારણમાં કોંગ્રેસને લઈને નીત-નવી ચર્ચાઓ શરૂ થયા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ રાજ્યની રાજકીય ઘટનાઓ પર ઊંડાણપૂર્વક ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. તાજેતરમાં જ કોંગ્રેસની ઓફિસ બહાર અને રાજ્યના અનેક સ્થળે એવા પોસ્ટરો જોવા મળ્યા છે, જેના કારણે અટકળોને વધુ જોર મળ્યું છે. આ પોસ્ટરોમાં શિવકુમારને જન્મ દિવસના અભિનંદન પાઠવવામાં આવ્યા છે. કેટલાક પોસ્ટરોમાં તેમને કર્ણાટકના આગામી મુખ્યમંત્રી બતાવાયા છે. મૈસૂરમાં શિવકુમારના સમર્થકોએ બર્થ-ડે કેક કાપી હતી, જેમાં તેમને આગામી મુખ્યમંત્રી દેખાડવામાં આવ્યા હતા.



Source link

Related Articles

Back to top button