राष्ट्रीय

‘ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂ…’, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વધતાં કોંગ્રેસના સરકાર સામે પ્રહાર | Congress Slams ‘Inflation Man’ Modi After Petrol Diesel and CNG Price Hike


Congress Slams ‘Inflation Man’ Modi : કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ વધારા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. આ ભાવ વધારાને ‘મોદીની વસૂલાત’ ગણાવીને વિપક્ષે સોશિયલ મીડિયા પર મોરચો ખોલ્યો છે.

'ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂ...', પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વધતાં કોંગ્રેસના સરકાર સામે પ્રહાર 2 - image

પીએમ મોદી સામે તાક્યું નિશાન 

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3-3 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. આ વધારાની સાથે જ સીએનજી (CNG) ના ભાવમાં પણ પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે દિલ્હીમાં હવે સીએનજીનો નવો ભાવ ₹79.09 પર પહોંચી ગયો છે. આ ભાવ વધારાને લઈને કોંગ્રેસે ટ્વિટ કરીને વડાપ્રધાન મોદીને ‘ઇન્ફ્લેશન મેન’ (Inflation Man) ગણાવ્યા છે.

કહ્યું – ચૂંટણી પતી જતા જ વસૂલી શરૂ 

કોંગ્રેસે પોતાના ટ્વિટમાં આરોપ લગાવ્યો છે કે ચૂંટણીઓ પૂરી થતાની સાથે જ મોદી સરકારની ‘વસૂલાત’ શરૂ થઈ ગઈ છે. મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીને કારણે તેલના ભાવ વધ્યા હોવાનું કારણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ કોંગ્રેસે તેને જનતા પર લાદવામાં આવેલો આર્થિક બોજ ગણાવ્યો છે. આ ભાવ વધારાને કારણે સામાન્ય જનતાના પરિવહન ખર્ચ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે.



Source link

Related Articles

Back to top button