રામાયણમાં સીતામાતા તરીકે સાઈ પલ્લવીના ડાયલોગ ડબ કરાશે | Sai Pallavi’s dialogues as Sita Mata in Ramayana will be dubbed

![]()
– સાઈ પલ્લવીને સરખું હિન્દી બોલતાં આવડતું નથી
– સાઈની તાજેતરની એક દિન ફિલ્મ જોયા બાદ રામાયણના નિર્માતાઓનો નિર્ણય
મુંબઇ: રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘રામાયણ’માં સીતા માતાનું પાત્ર ભજવી રહેલી સાઈ પલ્લવીના ડાયલોગ્સનું હિન્દી ડબિંગ કરાવવામાં આવશે તેમ કહેવાય છે. તાજેતરમાં સાઈ પલ્લવી તથા આમિર ખાનના પુત્ર જુનૈદની ‘એક દિન’ ફિલ્મ રીલિઝ થઈ છે. આ ફિલ્મ જોયા પછી ‘રામાયણ’ના મેકર્સ દ્વારા સાઈ પલ્લવીના ડાયલોગ ડબ કરાવવાનો નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે.
સાઈ પલ્લવી મૂળ સાઉથની બહેતરીન અભિનેત્રીઓમાંની એક છે. જોકે, તેની પહેલી હિન્દી ફિલ્મ ‘એક દિન’ બોક્સ ઓફિસ પર કશું ઉકાળી શકી નથી.
અલબત્ત, હિન્દી ફિલ્મોમાં કામ કરતી મૂૂળ સાઉથની અનેક અભિનેત્રીઓના ડાયલોગ માટે ડબિંગ આર્ટિસ્ટનો જ સહારો લેવાય છે તે જાણીતી વાત છે. આ ઉપરાંત વિદેશી મૂળની અભિનેત્રીઓના ડાયલોગ્સ પણ ડબ કરવામાં આવે છે. શ્રીદેવી જેવી એ જમાનાની ટોચની એકટ્રેસની શરુઆતની મોટાભાગની ફિલ્મોમાં પણ તેના ડાયલોગ્સ ડબ કરાવાયા હતા.



