કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયાનો પ્રિન્સેસ અવતાર, ડ્રિમી લૂકે ફેન્સના દિલ જીતી લીધા | Alia Bhatt At 79th Cannes Film Festival

![]()
Alia Bhatt At Cannes Film Festival: વિશ્વના સૌથી પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’ની 79મી આવૃત્તિની મંગળવાર(12 મે)થી શરૂઆત થઈ ચૂકી છે. આ ફેસ્ટિવલ આગામી 23 મે સુધી યોજાશે. ભારતમાંથી પણ ઘણા સ્ટાર્સ આ ફેસ્ટિવલમાં હાજરી આપવા જઈ રહ્યા છે, ત્યારે બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે ફ્રાંસ પહોંચી હોવાના કેટલાક વીડિયો અને ફોટો વાઈરલ થયા છે, જેમાં આલિયા પ્રિન્સેસ લૂકમાં જોવા મળી છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ફ્રાંસમાં યોજાઈ રહ્યો છે, જ્યાં એરપોર્ટ પર આલિયા જોવા મળી હતી. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં આલિયા કલરફૂલ ગાઉનમાં દેખાઈ. સિંપલ અને ડ્રિમી લૂક સાથે આલિયાનો આ અંદાજ લોકોને ઘણો પસંદ આવ્યો છે. જેની કેટલીક તસવીર આલિયાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.
અગાઉ આલિયાએ કાન્સમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યારે તેના લૂકની ઘણી ચર્ચા થઈ હતી. આ વખતે આલિયાના સાદગીભર્યા લૂક અને સુંદરતા ચાહકો વખાણ કરી રહ્યા છે.



