राष्ट्रीय

ગભરાશો નહીં, અફવાથી બચો: એનર્જી સપ્લાયની સમીક્ષા બાદ રાજનાથ સિંહનું મોટું નિવેદન | defence minister rajnath singh reviews energy supply amid west asia conflict



Rajnath Singh Energy Supply Review: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિને પગલે ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સોમવારે નવી દિલ્હીમાં રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આંતર-મંત્રાલય જૂથ (IGoM)ની 5મી મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ઉર્જા સપ્લાય ચેઈન સામેના જોખમો અને દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતાની સમીક્ષા કરવાનો હતો.

સપ્લાય ચેઈન ખોરવાય નહીં તે માટે સરકાર સજ્જ

બેઠક દરમિયાન રક્ષામંત્રીએ દેશવાસીઓને આશ્વાસન આપ્યું હતું કે સરકારે અછત રોકવા માટે મજબૂત પગલાં લીધા છે. તેમણે લોકોને અપીલ કરતા કહ્યું કે, “હું લોકોને શાંત રહેવા અને કોઈપણ પ્રકારનો ગભરાટ (Panic) ટાળવા વિનંતી કરું છું. સરકાર સપ્લાય ચેઈનમાં આવતી રુકાવટોને રોકવા અને જીવનજરૂરી વસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે નક્કર પગલાં ભરી રહી છે.”

વડાપ્રધાન મોદીની અપીલ

રક્ષામંત્રીએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા સંદેશનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને દેશવાસીઓને ઉર્જા અને બળતણની બચત કરવા માટે આહવાન કર્યું છે. રાજનાથ સિંહે આ અંગે જણાવ્યું કે, વૈશ્વિક વિક્ષેપો અને પડકારોનો સામનો કરવા માટે લોકોની સામૂહિક ભાગીદારી અત્યંત જરૂરી છે. વડાપ્રધાનની આ અપીલ ભારતને ઉર્જા સુરક્ષાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા તરફનું એક મહત્વપૂર્ણ કદમ સાબિત થશે. મુશ્કેલ વૈશ્વિક સમયગાળા દરમિયાન સંસાધનોનું સંરક્ષણ કરવું એ વડાપ્રધાનનો વ્યાપક અને મહત્વનો સંદેશ છે.

શા માટે આ બેઠક મહત્વની છે?

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ અને સપ્લાય ચેઈન પર અસર પડવાની સંભાવના છે. ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર હોવાથી, આંતરિક બજારમાં કિંમતો સ્થિર રાખવી અને માલસામાનની તંગી ન સર્જાય તે જોવું સરકાર માટે પ્રાથમિકતા છે. આ બેઠકમાં ઉર્જા મંત્રાલય અને અન્ય સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી, જેમાં ભવિષ્યની વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.



Source link

Related Articles

Back to top button