આમિર પચીસ વર્ષ બાદ ગોવારીકર સાથે હાથ મિલાવશે | Aamir to join hands with Gowariker after 25 years

![]()
– બંને જણાં મળીને ક્રિકેટર લાલા અમરનાથની બાયોપિક બનાવશે
મુંબઇ : સિનેમામાં ક્રિકેટનો વઘાર કરી સુપરહીટ ફિલ્મ લગાન આપનાર આમિર ખાન અને આશુતોષ ગોવારીકર પચીસ વર્ષ બાદ ફરી એકવાર ક્રિકેટ વિષય પર આધારિત ફિલ્મમાં સાથે કામ કરવાના છે. બંને જણાં મળીને વિખ્યાત ક્રિકેટર લાલા અમરનાથની બાયોપિક બનાવવાના છે. લાલા અમરનાથ એ પ્રથમ ભારતીય ક્રિકેટર હતા જેમણે ૧૯૩૩માં ભારત વતી પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. લાલા અમરનાથ સ્વતંત્ર ભારતની ક્રિકેટ ટીમના પ્રથમ કેપ્ટન પણ હતા. ૧૯૪૭ના વિભાજનના બેકગ્રાઉન્ડમાં કહેવાતી આ ક્રિકેટકથા બાઉન્ડરીલાઇનની બહાર પણ વિસ્તારવાની આમિરખાન અને આશુતોષ ગોવારીકરની યોજના છે.
ફિલ્મની પટકથા માટે રાજકુમાર હિરાણી અને અભિજાત જોશીનું પણ સર્જનાત્મક પ્રદાન મેળવવામાં આવ્યું છે. ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર ૨૦૨૬મા શરૂ કરવામાં આવશે.
લાલા અમરનાથની ભૂમિકા માટે શાહરૂખખાનનું નામ વિચારવામાં આવી રહ્યું હોવાના અહેવાલ પણ છે. આમિર ખાન છેલ્લે ૨૦૨૫માં ફિલ્મ સિતારે જમીં પરમાં જોવા મળ્યો હતો જ્યારે આશુતોષ ગોવારીકરની છેલ્લી ફિલ્મ મોહેં જો ડેરો હતી.



