मनोरंजन
મોતની અફવા ફેલાતાં શક્તિ કપૂર નારાજ, કાનૂની પગલાંની ચિમકી | Shakti Kapoor upset over Fake death rumours threatens legal action

![]()
– સોશિયલ મીડિયા પર અફવા વાયરલ થઈ
– શક્તિ કપૂરે વિડીયો રીલિઝ કરતાં કહ્યું, હું ખુશ અને સ્વસ્થ છું, ભરમાશો નહિ
મુંબઇ : સોશિયલ મીડિયા પર બોલિવુડના વિલન શક્તિ કપૂરનાં નિધનની અફવા ફેલાઈ હતી. શક્તિ કપૂર આ અફવાઓથી ભારે નારાજ થયો હતો અને તેણે કહ્યું હતું કે પોતે આ માટે સંબંધિતો સામે કાનૂની પગલાં ભરવાનો છે.
શક્તિ કપૂરે એક વિડીયો રીલિઝ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે મારા વિશે ખોટી અફવાઓ ફેલાઈ રહી છે. હું ખુશ અને સ્વસ્થ છું, આ સમાચારોને અવગણવા વિનંતી છે. મારા માટે આવી અફવા ફેલાવનારાઓ વિરુદ્ધ મેં એકશન લેવાનો નિર્ણય કર્યો છે.
શક્તિ કપૂરે વધુમાં કહ્યું હતું કે, આ અફવા સાવ ખોટી હોવાથી હું સાઇબર ક્રાઈમમાં ફરિયાદ કરવાનો છું. અનેક લોકોએ શક્તિ કપૂરને સુદીર્ઘ જીવનની શુભેચ્છા પાઠવી હતી.



