ધુરંધર-3 પણ આવશે? ફિલ્મની કહાની હજુ અધૂરી, પ્રોડ્યુસરે આપ્યા સંકેતથી ફેન્સ ખુશ | aditya dhar dhurandhar 3 jyoti deshpande confirms surprise sequel update

![]()
Dhurandhar Part 3: ફિલ્મમેકર આદિત્ય ધર અત્યારે બોલિવૂડમાં સૌથી વધુ ચર્ચિત નામ છે. ધુરંધર: ધ રિવેન્જની ભવ્ય સફળતા બાદ ચાહકો માની રહ્યા હતા કે હવે આ વાર્તા અહીં જ પૂર્ણ થઈ ગઈ છે. જોકે, તાજેતરમાં ફિલ્મના પ્રોડ્યુસર જ્યોતિ દેશપાંડેએ એક એવો ખુલાસો કર્યો છે. જેનાથી ચાહકોમાં ફરી એકવાર ઉત્તેજના વધી ગઈ છે.
વર્ષના અંતમાં આવશે મોટું સરપ્રાઈઝ
તાજેતરમાં બોલિવૂડ હંગામાને આપેલા ઇન્ટરવ્યુમાં જ્યોતિ દેશપાંડેએ હિન્ટ આપતા કહ્યું કે, ધુરંધર સાથેની અમારી સફર હજુ પૂરી નથી થઈ. આ વર્ષના અંતમાં અમે પ્રેક્ષકો માટે એક મોટું સરપ્રાઈઝ લઈને આવી રહ્યા છીએ. અમારી પાસે કંઈક ખાસ પ્લાન તૈયાર છે. જોકે, તેમણે એ સ્પષ્ટ નથી કર્યું કે આ ‘ધુરંધર 3’ હશે કે પછી આ સીરીઝની કોઈ સ્પિન-ઓફ ફિલ્મ. પણ આ નિવેદને સોશિયલ મીડિયા પર સસ્પેન્સ વધારી દીધું છે.
રાકેશ બેદીનું નિવેદન અને હમજાની વાર્તા
અગાઉ ફિલ્મમાં જમીલ જમાલીનું પાત્ર ભજવનાર દિગ્ગજ અભિનેતા રાકેશ બેદીએ કહ્યું હતું કે, આદિત્ય ધર કદાચ હવે ધુરંધર 3 નહીં બનાવે, કારણ કે મુખ્ય પાત્ર હમજાની વાર્તા બીજા ભાગમાં પૂરી થઈ ગઈ છે. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, ફ્રેન્ચાઇઝીને કદાચ નવા હીરો સાથે આગળ વધારવામાં આવી શકે છે.
બોક્સ ઓફિસ પર મચાવી હતી ધૂમ
ધુરંધર સાગાએ ભારતીય સિનેમાના ઈતિહાસમાં કમાણીના નવા રેકોર્ડ સ્થાપ્યા છે. પહેલા ભાગે અંદાજે 1300 કરોડ રૂપિયાનું વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું હતું. જ્યારે બીજા ભાગે અંદાજે 1800 કરોડ રૂપિયાની જંગી કમાણી કરી છે. જેથી બંન્ને ભાગ થઇને કુલ કલેક્શન 3000 કરોડ રૂપિયાથી વધુનો આંકડો પાર કર્યો. હવે આ ફિલ્મનો પહેલો ભાગ જાપાનમાં પણ રિલીઝ થવા જઈ રહ્યો છે, જેનાથી તેના વર્લ્ડવાઈડ કલેક્શનમાં વધુ વધારો થશે. હવે જોવાનું એ રહેશે કે આદિત્ય ધર આ વર્ષના અંતમાં કયા નવા ધડાકા સાથે વાપસી કરે છે!



