मनोरंजन

વિખ્યાત બ્રિટિશ બ્રોડકાસ્ટર ડેવિડ એટનબરો આજે 100 વર્ષના થયા | Famous British broadcaster David Attenborough turns 100 today



– સજીવોની 20 પ્રજાતિને તેમનું નામ અપાયું

– બ્લેક એન્ડ વ્હાઈટ, કલર, એચડી અને થ્રીડીમાં બાફ્ટા એવોર્ડ મેળવનારા એકમાત્ર વ્યક્તિ

લંડન : ડેવિડ એટનબરો એટલે જગ વિખ્યાત બ્રિટિશ બ્રોડકાસ્ટર, નેચરલ હિસ્ટોરિયન અને લેખક-સંશોધક. તેમણે આઠ દશકા સુધી પ્રકૃતિ અને પર્યાવરણલક્ષી કાર્યક્રમો કર્યા છે. વિશ્વ વિખ્યાત અભિનેતા અને ગાંધી ફિલ્મના સર્જક રિચર્ડ  એટનબરોના નાના ભાઈ એવા ડેવિડ એટનબરો આજે ૧૦૦મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે.

ડેવિડ એટનબરો ટેલિવિઝનના ઇતિહાસમાં એકમાત્ર એવી વ્યક્તિ છે જેમણે બ્લેક એન્ડ વ્હાઇટ, કલર, એચડી. થ્રીડી અને ૪કે એમ તમામ ફોર્મેટમાં બાફટા એવોર્ડ્સ જીત્યા છે.  વિજ્ઞાનીઓએ તેમના માનમાં ૨૦થી વધુ પ્રજાતિઓના નામ રાખ્યા છે. લાઇફ ઓફ બર્ડ્સ નામની શ્રેણીના શૂટિંગ દરમિયાન તેમણે પૃથ્વીના અંદાજે ૨,૫૦,૦૦૦ માઈલ જેટલો પ્રવાસ કર્યો હતો, જે પૃથ્વીની આસપાસ ૧૦ ચક્કર લગાવવા બરાબર છે!

બ્રિટિશ રોયલ ફેમિલી દ્વારા ‘નાઈટ’ (સર)નો ખિતાબ મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી  તેમણે અ લાઈફ ઓન અવર પ્લેનેટ જેવી ડોક્યુમેન્ટ્રી દ્વારા ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે વિશ્વને જાગૃત કર્યું છે.  તેમની વિશેષતા એ છે કે તેઓ માત્ર પ્રાણીઓ વિશે માહિતી નથી આપતા, પણ એક અદભૂત વાર્તાકારની જેમ આપણને એ દુનિયાનો ભાગ બનાવી દે છે. તેમણે આપણને સમજાવ્યું કે આ પૃથ્વી માત્ર મનુષ્યોની જ નથી, પરંતુ લાખો જીવજંતુઓ અને વનસ્પતિઓનો પણ તેના પર સમાન અધિકાર છે.



Source link

Related Articles

Back to top button