गुजरात
બે નર્સ ઉપરાંત અન્ય પાસેથી પણ છ લાખ પડાવ્યા | Besides two nurses six lakhs were also taken from others

![]()
વડોદરા,ન્યુ વી.આઇ.પી. રોડ ખોડિયારનગર પાસે અર્થ આઇકોનમાં રહેતા એજન્ટ ભાઇઓએ વિદેશમાં નોકરી અપાવવાના બહાને બે નર્સ ઉપરાંત અન્ય બે વ્યક્તિઓ સાથે પણ છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.
આણંદ જિલ્લાના નાપા ગામે રહેતા નીકિતાબેન અને તેમની બહેનપણી સિમરનને વિદેશમાં નર્સ તરીકે નોકરી અપાવવાનું કહી જશવંત ચૌધરી તથા તેના ભાઇ દુષ્યંત ચૌધરીએ ૧૦.૬૦ લાખ પડાવી લીધા હતા. વારસિયા પી.આઇ. વાય.જી. મકવાણાએ જણાવ્યું છે કે, જશવંતે રૃપિયાનું ક્યાં રોકાણ કર્યુ, તે અંગે પૂછપરછ હાથ ધરી છે. અત્યારસુધીની તપાસ દરમિયાન આરોપીઓએ વધુ બે વ્યક્તિઓ પાસેથી પણ વિદેશ મોકલવાના બહાને ૬ લાખ પડાવી લીધા છે. જશવંત ચૌધરીના ભાઇની શોધખોળ ચાલુ છે.



