मनोरंजन
પ્રભાસની ફૌજીની ટીમને અકસ્માત, એક ક્રૂ મેમ્બરનું મોત | Prabhas’s Fauji team meets with accident one crew member dies

![]()
– કાર બેકાબુ બનતાં ડિવાઈડર સાથે અથડાઈ
– ટીમના પાંચ સભ્યોને ગંભીર ઈજા, હાલ થોડા દિવસ સુધી શૂટિંગ અટકાવાયું
મુંબઇ : પ્રભાસની ફિલ્મ ‘ફોજી’ની ટીમને હૈદરાબાદમાં અકસ્માત નડતાં એક ક્રૂ મેમ્બરનું મોત નીપજ્યું હતું. જ્યારે પાંચ લોકો ઘવાયા હતા.
આ અક્સ્માતને પગલે ફિલ્મનું શૂટિંગ અટકાવાયું હતું. હવે થોડા દિવસો સુધી શૂટિંગ સ્થગિત રહે તેવી સંભાવના છે.
ફિલ્મની ટીમ રામોજી સિટી તરફ ગઈ હતી ત્યારે અચાનક કાર બેકાબુ થઈ ગઈ હતી. તેના કારણે કાર એક ડિવાઈડર સાથે અથડાઈ હતી. એક ક્રૂ મેમ્બરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અન્ય ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.



