राष्ट्रीय

VIDEO| ‘હું રાજીનામું આપવા લોકભવન નહીં જઉં, અમે ચૂંટણી હાર્યા જ નથી…’ મમતા બેનર્જીનું નિવેદન | Mamata Banerjee Defies 2026 Election Results Alleges 100 Seats Looted



Mamata Banerjee Refuses To Resign: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે, તેઓ ચૂંટણી હાર્યા જ નથી, પરંતુ 100 મતવિસ્તારોમાં મત “લૂંટાયા” છે. મમતા બેનર્જીએ કહ્યું કે, ‘અમારી લડાઈ ફક્ત ભાજપ સામે નથી, પરંતુ અમારે ચૂંટણી પંચ સામે પણ લડવું પડ્યું હતું. ચૂંટણી પંચનું વર્તન સંપૂર્ણપણે પક્ષપાતીભર્યું હતું અને લોકશાહીની હત્યા કરવામાં આવી છે.’ મમતા બેનર્જીએ સ્પષ્ટપણે કહ્યું કે, ‘હું રાજીનામું આપવા લોકભવન નહીં જઉં.’

મમતા બેનર્જીએ કહ્યું કે, ‘મારે લોકભવન કેમ જાઉં જોઈએ? જો મારે શપથ લેવાના હોત તો હું જાત. તેઓએ કબજો કરી લીધો છે. શું તમને લાગે છે કે હું રાજીનામું આપી દઉં? હું નહીં જાઉં. હું રસ્તા પર હતી અને રસ્તા પર જ રહીશ.’



Source link

Related Articles

Back to top button