દેશના પાંચ રાજ્યોમાં સ્ટાર ઉમેદવારના ભાવિનો ફેંસલો, દ્રવિડિયન ગઢમાં વિજયની જોરદાર એન્ટ્રી | Election Results 2026 Vijay s Big Entry in Dravidian Fortress Star Candidates Fate Decided

5 States Assembly Election Results 2026: તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ, કેરલમ અને પુડુચેરીમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે, જેમાં ક્યાંક સત્તાધારી પક્ષો પોતાનો ગઢ બચાવવામાં સફળ રહ્યા છે તો ક્યાંક નવા ચહેરા સ્થાપિત નેતાઓની ઊંઘ હરામ કરી દીધી છે. ખાસ કરીને તમિલનાડુમાં સુપર સ્ટાર વિજયના રાજકીય પક્ષ તમિલગા વેત્રિ કઝગમ(TVK)ની એન્ટ્રીએ દ્રવિડિયન રાજનીતિના સમીકરણો બદલી નાખ્યા છે, જ્યારે બંગાળમાં મમતા બેનર્જી અને ભાજપ વચ્ચેની રસાકસી નિર્ણાયક તબક્કે પહોંચી છે. આસામમાં હિમંતા બિસ્વા સરમાનો દબદબો જળવાય છે કે કેમ અને કેરલમમાં ડાબેરી કિલ્લો અકબંધ છે કે નહીં, તેના પર સમગ્ર દેશની નજર છે.
શરૂઆતી વલણો મુજબ, ક્યાંક સત્તાધારી પક્ષોનો દબદબો છે તો ક્યાંક પરિવર્તનની લહેર જોવા મળી રહી છે. પાંચેય રાજ્યોમાં કયો સ્ટાર કેન્ડીડેટ આગળ છે અને કોણ પાછળ, તેની વિગતો નીચે મુજબ છે:

1. તમિલનાડુ
તમિલનાડુમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો, જેમાં સિનેમાના સુપર સ્ટારની એન્ટ્રીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
– જોસેફ વિજય (TVK): આ ચૂંટણીના સૌથી મોટા સ્ટાર ઉમેદવાર. તેમણે પોતાની નવી પાર્ટી સાથે રાજકીય એન્ટ્રી કરી.
– એમ. કે. સ્ટાલિન (DMK): વર્તમાન મુખ્યમંત્રી અને ડીએમકેના મુખ્ય ચહેરો.
– એડપ્પડી કે. પલાનીસ્વામી (AIADMK): અન્નાદ્રમુકના નેતા અને વિરોધ પક્ષના મુખ્ય ચહેરો.
– ઉદયનિધિ સ્ટાલિન (DMK): યુવા નેતા અને મંત્રી, જેમના પર ભવિષ્યના નેતૃત્વની જવાબદારી છે.
2. પશ્ચિમ બંગાળ
બંગાળમાં મમતા બેનર્જી અને ભાજપ વચ્ચે સીધી અને કાંટાની ટક્કર જોવા મળી.
– મમતા બેનર્જી (TMC): ભવાનીપુર બેઠક પરથી મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો.
– શુભેન્દુ અધિકારી (BJP): ભાજપના દિગ્ગજ નેતા અને વિરોધ પક્ષના પ્રમુખ ચહેરો.
– અધીર રંજન ચૌધરી (Congress): પશ્ચિમ બંગાળની બહેરામપુર લોકસભા બેઠક પરથી સતત પાંચ વખત (1999થી 2024 સુધી) સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમને બહેરામપુરના ‘રોબિન હૂડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
3. આસામ
આસામમાં ભાજપ પોતાનો ગઢ બચાવવા માટે મેદાનમાં હતું.
– હિમંતા બિસ્વા સરમા (BJP): આસામના મુખ્યમંત્રી અને ઉત્તર-પૂર્વના સૌથી પ્રભાવશાળી નેતા.
– ગૌરવ ગોગોઈ (Congress): કોંગ્રેસના મુખ્ય નેતા અને પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈના પુત્ર.
4. કેરલમ
કેરલમમાં પરંપરાગત રીતે LDF અને UDF વચ્ચે મુકાબલો રહ્યો હતો.
– પિનારાઈ વિજયન (CPI-M): વર્તમાન મુખ્યમંત્રી અને ડાબેરી મોરચાના મજબૂત નેતા.
– વી. ડી. સતીશન (Congress): કોંગ્રેસના નેતા અને વિરોધ પક્ષના મુખ્ય અવાજ.
5. પુડુચેરી
પુડુચેરીમાં સ્થાનિક ગઠબંધન અને કેન્દ્રશાસિત પ્રદેશના મુદ્દાઓ મુખ્ય રહ્યા હતા.
– એન. રંગાસામી (AINRC): વર્તમાન મુખ્યમંત્રી અને પ્રાદેશિક ગઠબંધનના નેતા.




