राष्ट्रीय

બંગાળમાં 93 ટકા વોટિંગ છતાં આ બેઠક પર ફરી થશે મતદાન! ECએ કહ્યું- લોકશાહી પ્રક્રિયાનું ઉલ્લંઘન થયું | west bengal election falta assembly repoll ordered election commission may 2026



West Bengal Falta assembly repoll: પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠક પર 29 એપ્રિલના રોજ થયેલા મતદાન દરમિયાન લોકશાહી પ્રક્રિયાનું ઉલ્લંઘન અને ગંભીર ચૂંટણી અપરાધોની ઘટનાઓ સામે આવી હતી. આ બાબતને ગંભીરતાથી લેતા ચૂંટણી પંચે આખી બેઠક પર નવેસરથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે.

પુનઃ મતદાનનું નવું સમયપત્રક

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ ફાલ્ટા બેઠક માટે નવું શેડ્યૂલ અનુસાર સહાયક મતદાન મથકો સહિત તમામ 285 મથકો પર ફરીથી મતદાન થશે. 21 મે 2026 ના રોજ ફરીથી મતદાન યોજાશે. સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે. આ બેઠક માટે 24 મે ના રોજ મતગણતરી કરવામાં આવશે.

આ પણ વાંચો : દિલ્હીના વિવેક વિહારમાં ACમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ, 9 લોકોના મોત, તંત્રમાં દોડધામ

શા માટે ફરીથી મતદાન યોજાશે?

દક્ષિણ 24 પરગણા જિલ્લાના આ મતવિસ્તારમાં 29 એપ્રિલના મતદાન બાદ સ્થાનિક લોકોએ વ્યાપક વિરોધ પ્રદર્શન કર્યા હતા. ખાસ કરીને હાસીમનગર ગામમાં તણાવ વધ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં ગ્રામીણો અને ભાજપના સમર્થકોએ રસ્તા જામ કરીને સુરક્ષા અને ફરીથી મતદાનની માંગ કરી હતી. લોકોના આક્રોશ અને સુરક્ષાની માંગ બાદ CRPF ના જવાનોને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા હતા.

બંગાળમાં ઐતિહાસિક મતદાન

પશ્ચિમ બંગાળમાં આ વખતે બે તબક્કામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આઝાદી પછીનું સૌથી વધુ, અંદાજે 93 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું છે. અગાઉ 2013 માં ત્રિપુરામાં 91.82 ટકા મતદાનનો રાષ્ટ્રીય રેકોર્ડ હતો. રાજ્યની અન્ય બેઠકો માટે 4 મે ના રોજ મતગણતરી થવાની છે અને પરિણામો પણ તે જ દિવસે જાહેર થશે. મોટાભાગના એક્ઝિટ પોલ્સે આ વખતે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસનનો અંત અને સત્તા પરિવર્તનની આગાહી કરી છે.



Source link

Related Articles

Back to top button