मनोरंजन

રામ ચરણ-જાન્હવીની ફિલ્મ પેડ્ડી ચોથી જૂનના રોજ રિલીઝની ઘોષણા | Ram Charan Janhvi’s film Peddi to release on June 4th



– હવે આ ફિલ્મ વરુણ ધવનની ફિલ્મ હૈ જવાની તો ઇશ્ક હોના હૈથી ક્લેશ થશે

મુંબઇ : રામ ચરણ અને જાહ્નવી કપૂરની ફિલ્મ પેડ્ડી ૪ જુનના રોજ રિલીઝ કરવાની ઘોષણા કરવામાં આવી છે.આ ફિલ્મની રિલીઝ તારીખને બે  વખત બદલવામાં આવ્યા પછી હવે ત્રીજી વખત તારીખની ઘોષણા કરવામાં આવી  છે. પહેલા આ ફિલ્મ ૩૦ એપ્રિલના રોજ રિલીઝ કરવામાં આવવાની હતી.આ પછી તેને ૨૫ જૂનના રોજ રિલીઝની ઘોષણા કરવામાં આવી હતી. અને હવે ૪ જૂનના રોજ રિલીઝની શુક્રવારે ઘોષણા કરવામાં આવી છે. 

પરિણામે  હવે  પેડ્ડી ફિલ્મ વરુણ ધવનની હૈ જવાની તો ઇશ્ક હોના હ ૈથી કલેશ થશે.શુક્રવારે રામ ચરણની પેડ્ડીનું એક પોસ્ટર બહાર પાડીને નવી રિલીઝ તારીખની ઘોષણા કરવામાં આવી હતી. આ ફિલ્મને ૨૫ જુનના રોજ રિલીઝ કરવાની યોજના હતી. પરંતુ હવે ૪ જૂનનારોજ ટોક્સિક રિલીઝ ન થવાની હોવાથી આ દિવસે રિલીઝ કરવાનીતક ઝડપી છે. ટોક્સિક ફિલ્મની રિલીઝ તારીખને પણ વારંવાર બદલવામાં આવી રહી છે. યશની ટોક્સિક સાથે પોતાની ફિલ્મને ક્લેશ કરવા માટે કોઇ નિર્માતા નિર્ણય લેતો નથી.

 તેથી ટોક્સિકની તારીખ બદલાઇ કે તરત જ અન્ય ફિલ્મની રિલીઝની ઘોષણા થઇ જતીજોવા મળ્યું છે. 



Source link

Related Articles

Back to top button