मनोरंजन

બોક્સ ઓફિસ પર બીજા દિવસે ફિલ્મ ‘રાજા શિવાજી’ની ગર્જના, દર્શકોને રિતેશ દેશમુખે કરી ખાસ અપીલ | Riteish Deshmukh film Raja Shivaji Box Office Collections




Raja Shivaji Box Office Collections: છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત ઐતિહાસિક ફિલ્મ ‘રાજા શિવાજી’ 1 મે, 2026ના રોજ મરાઠી અને હિન્દી બંને ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને દર્શકો તરફથી ખૂબ જ સારી સમીક્ષા મળી છે, અને ફિલ્મની શરૂઆત પણ શાનદાર રહી છે. ચાલો અહીં જાણીએ કે રિતેશ દેશમુખની આ ફિલ્મ અત્યારસુધી કેટલી કમાણી કરી છે.

‘રાજા શિવાજી’ ફિલ્મનું પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન

સૅકનિલ્કના આંકડા અનુસાર, ‘રાજા શિવાજી’એ રિલીઝના પહેલા દિવસે રૂ.11.35 કરોડના કલેક્શન સાથે શરૂઆત કરી હતી. જેમાં મરાઠી વર્ઝને રૂ.8 કરોડની કમાણી કરી હતી, જેનો ઓક્યુપેન્સી રેટ 68% હતો. જ્યારે ફિલ્મના હિન્દી વર્ઝને રૂ.3.35 કરોડની કમાણી કરી હતી, જેનો ઓક્યુપેન્સી રેટ 16% હતો. આમ, પહેલા દિવસે ફિલ્મે કંગના રનૌતની ‘મણિકર્ણિકા’ના ઓપનિંગ ડે કલેક્શનને પણ પાછળ છોડી દીધું હતું.

બીજા દિવસનું કલેક્શન 

‘રાજા શિવાજી’એ શાનદાર શરૂઆત કરી છે. આમ ફિલ્મ રિલીઝના બીજા દિવસે ધૂમ મચાવી રહી છે. જેમાં બોક્સ ઓફિસ પર્ફોર્મન્સની વાત કરીએ તો સેકનિલ્કના ડેટા અનુસાર, શનિવાર રાત્રે 8:30 વાગ્યા સુધીમાં ફિલ્મ રૂ.6.14 કરોડની કમાણી કરી ચૂકી છે. 

વર્લ્ડવાઈડ કલેક્શન 

‘રાજા શિવાજી’એ ભારતમાં રૂ.11.35 કરોડ સાથે શરૂઆત કરી હતી. જ્યારે ઓવરસીઝમાં ફિલ્મે રૂ.18 કરોડની કમાણી કરી છે, ત્યારે પહેલા દિવસે ફિલ્મે વર્લ્ડવાઈડ રૂ.29.35 કરોડનું કલેક્શન કર્યું છે.

આ પણ વાંચો: એક સમયે બોલિવૂડ પર રાજ કરતો સ્ટાર દેવામાં ડૂબ્યો, કહ્યું- પૈસાની જરૂર છે, મજાક ન ઉડાવો

‘રાજા શિવાજી’ ફિલ્મ વિશે

‘રાજા શિવાજી’ 2026માં રિલીઝ થયેલી એક ભારતીય ઐતિહાસિક એક્શન-ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ રિતેશ દેશમુખે લખી અને દિગ્દર્શિત કરી છે. આ ફિલ્મ મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજીના જીવનથી પ્રેરિત છે. જેનેલિયા દેશમુખ અને જ્યોતિ દેશપાંડે ફિલ્મના નિર્માતા છે, જેમણે મુંબઈ ફિલ્મ કંપની અને જિયો સ્ટુડિયો સાથે સહયોગ કર્યો છે. ફિલ્મમાં રિતેશ દેશમુખ છત્રપતિ શિવાજીની ભૂમિકા ભજવે છે. જ્યારે સંજય દત્ત, અભિષેક બચ્ચન, મહેશ માંજરેકર, સચિન ખેડેકર, ભાગ્યશ્રી, ફરદીન ખાન, જીતેન્દ્ર જોશી, અમોલ ગુપ્તે અને જેનેલિયા દેશમુખ સહિતના સ્ટાર્સ ફિલ્મમાં જોવા મળશે.

બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખને ફિલ્મ ‘રાજા શિવાજી’ માટે પ્રશંસા મળી રહી છે. ફિલ્મને મળી રહેલા સકારાત્મક પ્રતિસાદ માટે રિતેશે ચાહકોનો આભાર વ્યક્ત કર્યો છે. એક્ટરે વિનંતી કરી છે કે, ફિલ્મ સંબંધિત કોઈપણ સ્પોઇલર શેર ન કરે. 



Source link

Related Articles

Back to top button