राष्ट्रीय

AAP ના બળવાખોર સાંસદ સંદીપ પાઠક મુશ્કેલીમાં, ભાજપમાં જતાં જ ધરપકડની લટકતી તલવાર | Sandeep Pathak Facing Arrest After 2 FIRs Filed in Punjab Post Joining BJP



Sandeep Pathak Facing Arrest After 2 FIRs Filed : રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભાજપમાં જોડાયાના ગણતરીના સમયમાં જ તેમની સામે પંજાબમાં કાયદાકીય ગાળિયો કસાયો છે. 

પંજાબમાં બે અલગ અલગ એફઆઈઆર 

આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને હાલમાં જ ભાજપમાં સામેલ થયેલા રાજ્યસભા સાંસદ સંદીપ પાઠક વિરુદ્ધ પંજાબમાં બે અલગ-અલગ જિલ્લાઓમાં એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. આ બંને કેસ ગંભીર કલમો હેઠળ હોવાથી પંજાબ પોલીસ ગમે ત્યારે તેમની ધરપકડ કરી શકે તેવી શક્યતા છે.

બિન-જામીનપાત્ર કલમો હેઠળ ગુનો દાખલ

પંજાબ પોલીસ દ્વારા નોંધાયેલા બંને કેસ બિન-જામીનપાત્ર (Non-Bailable) કલમો હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે અને જરૂર જણાય તો તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. જોકે FIR માં લગાવવામાં આવેલા આરોપોની વિગતવાર વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ આ બંને કેસ અલગ-અલગ ઘટનાઓ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

રાજકીય હલચલ

સંદીપ પાઠક દ્વારા પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયાના તરત બાદ પંજાબમાં આ પ્રકારની કાર્યવાહી થતાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપ અને AAP વચ્ચે આ મુદ્દે આવનારા દિવસોમાં ભારે નિવેદનબાજી થવાની પૂરેપૂરી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે સંદીપ પાઠકની સાથે આપના 7 સાંસદો ભાજપમાં જોડાઈ ગયા હતા. જેમાં રાઘવ ચઢ્ઢા પણ સામેલ હતા. આ ઘટનાથી કેજરીવાલની આપ પાર્ટીને મોટો જટકો લાગ્યો હતો. ખાસ કરીને ત્યારે જ્યારે આગામી વર્ષે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની તૈયારી છે. સંદીપ પાઠક આમ આદમી પાર્ટીના મુખ્ય વ્યૂહરચનાકાર પણ મનાતા હતા. 



Source link

Related Articles

Back to top button