मनोरंजन
સિદ્ધાર્થ અને કિયારા સાથે એક પ્રોજેક્ટ કરી રહ્યાની અટકળો | Speculation about Sidharth and Kiara doing a project together

![]()
– સિદ્ધાર્થની પોસ્ટ પરથી અટકળો શરુ થઈ
– જોકે, બંને કોઈ ફિલ્મમાં સાથે આવી રહ્યાં છે કે પછી કોઈ એડમાં તે સ્પષ્ટ નહિ
મુંબઈ : સિદ્ધાર્થ મલ્હોત્રા તથા કિયારા અડવાણી કોઈ પ્રોજેક્ટમાં સાથે આવી રહ્યાંની અટકળો છે.
સિદ્ધાર્થે તાજેતરમાં એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તેની ફિમેલ કો સ્ટારનો ચહેરો છૂપાવાયો છે. સિદ્ધાર્થે એવું કેપ્શન લખ્યું છે કે હું મારી જિંદગીની સૌથી પ્રિય વ્યક્તિ સાથે શૂટિંગ કરી રહ્યો છે. તે પરથી લોકો અટકળ કરી રહ્યા છે કે સિદ્ધાર્થ અને કિયારા સાથે કોઈ શૂટિંગ કરી રહ્યાં છે.
જોકે, આ કોઈ ફિલ્મ છે કે પછી કોઈ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટેનું શૂટિંગ તે સ્પષ્ટ થયું નથી.
ઉલ્લેખનીય છે કે કિયારાની આગામી ફિલ્મ ‘ટોક્સિક’ જૂનમાં રજૂ થવાની હતી પરંતુ હવે તેની રીલિઝ ઠેલાઈ ગઈ છે.



