राष्ट्रीय

Exit Poll 2026 Live: પશ્ચિમ બંગાળમાં BJP-TMC વચ્ચે કાંટે કી ટક્કર, એક્ઝિટ પોલમાં જુઓ કોને કેટલી બેઠકો? | exit poll 2026 live updates west bengal exit poll assam tamil nadu kerala exit poll results


Exit Poll 2026 Live Updates: પશ્ચિમ બંગાળ,તમિલનાડુ, આસામ, કેરલમ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણી માટે મતદાનના તમામ તબ્બકા પૂર્ણ થયા બાદ હવે એક્ઝિટ પોલ તારણ સામે આવવાનું શરૂ થયું છે. જે મતદાન પછી જનતાના વલણની અંદાજિત તસવીર રજૂ કરે છે. જો કે અંતિમ પરિણામો 4 મે 2026ના રોજ જાહેર કરવામાં આવશે.

Exit Poll 2026 Live Updates

પશ્ચિમ બંગાળ (કુલ બેઠકો 294, બહુમત 148)

P-MARQ એક્ઝિટ પોલ મુજબ પશ્ચિમ બંગાળમાં BJPને 150 થી 175 બેઠકો મળવાનું અનુમાન છે, જે સ્પષ્ટપણે બહુમતીના આંકડાને પાર કરે છે. બીજી તરફ, TMC+ને 118 થી 138 બેઠકો મળે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે, જે બહુમતીથી થોડી પાછળ રહી શકે છે. આ એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસ, લેફ્ટ અને અન્ય પક્ષોના ખાતામાં શૂન્ય બેઠકો દેખાઈ રહી છે. જ્યારે ભાજપ અને TMC વચ્ચે કાંટે કી ટક્કર તરફ ઈશારો કરે છે.

પશ્ચિમ બંગાળ Exit Polls

Exit Poll 2026 Live: પશ્ચિમ બંગાળમાં BJP-TMC વચ્ચે કાંટે કી ટક્કર, એક્ઝિટ પોલમાં જુઓ કોને કેટલી બેઠકો? 2 - image

આસામ (કુલ બેઠકો-126, બહુમતી 64), ફરીથી ભાજપની બમ્પર જીતનું અનુમાન 

Axis My Indiaના અનુમાન મુજબ આસામમાં ભાજપને 88 થી 100 બેઠકો, જ્યારે કોંગ્રેસને 24-36 બેઠકો તેમજ અન્યને 0 થી 3 બેઠકો મળી શકે છે.

Matrizeના તારણ મુજબ આસામમાં ભાજપને 85 થી 95 બેઠકો, જ્યારે કોંગ્રેસને 25-32 બેઠકો તેમજ અન્યને 6 થી 12 બેઠકો મળી શકે છે.

પશ્ચિમ બંગાળમાં મતદાનનો બીજો તબક્કો: 5 વાગ્યા સુધી 88.99 ટકા મતદાન

પશ્ચિમ બંગાળમાં આજે મતદાનના બીજા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી 88.99 ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લાઓની વાત કરીએ તો હુગલીમાં 90.34%, હાવડામાં 89.44%, કોલકાતા નોર્થમાં 87.77% અને કોલકાતા સાઉથમાં 86.11% મતદાન થયું હતું. જ્યારે નાદિયામાં 90.28%, નોર્થ 24 પરગણામાં 89.74%, પૂર્વ બર્ધમાનમાં સૌથી વધુ 92.46% અને સાઉથ 24 પરગણામાં 89.57% વોટિંગ નોંધાયું હતું. મુખ્યમંત્રી મમતા બેનર્જીની બેઠક ભવાનીપુરમાં 85.51% મતદાન થયું હતું. મહત્વનું છે કે પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં 92.72 ટકા મતદાન થયું હતું.

કેવી રીતે થાય છે એક્ઝિટ પોલ એનાલિસિસ?

એક્ઝિટ પોલ, મતદાન મથકોની બહાર વ્યવસ્થિત ફિલ્ડ સર્વે દ્વારા કરવામાં આવે છે, જ્યાં પ્રશિક્ષિત ટીમો નક્કી કરેલા પ્રશ્નોની મદદથી લોકોના અભિપ્રાય એકત્ર કરે છે. સેમ્પલિંગ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે જેમાં શહેરી અને ગ્રામીણ એમ બંને પ્રકારના મતદારોનો સમાવેશ થાય, જેથી દરેકનું યોગ્ય પ્રતિનિધિત્વ થઈ શકે. એકત્રિત કરવામાં આવેલા ડેટાનું પછી વિશ્લેષણ કરવામાં આવે છે, જેથી બેઠકોની સંખ્યા અને મતદાનના વલણોનો અંદાજ લગાવી શકાય. આ જ દરેક એજન્સીના અનુમાનનો આધાર બને છે.

એક્ઝિટ પોલ માત્ર અનુમાન, અંતિમ પરિણામ નથી

એક્ઝિટ પોલ માત્ર અનુમાન હોય છે, અસલી પરિણામો નથી. ઘણીવાર આ અનુમાન સાચા પડે છે અને ઘણીવાર ખોટા પણ સાબિત થાય છે, તેથી અંતિમ અને અસલી પરિણામો 4 મેના રોજ મતગણતરીના દિવસે જ સ્પષ્ટ થશે. આ રીતે એક્ઝિટ પોલ લોકોને ચૂંટણી પછી એક શરૂઆતી ચિત્ર જરૂર આપે છે, પરંતુ અસલી નિર્ણય મતગણતરી પછી જ સામે આવે છે.

પશ્ચિમ બંગાળ, કુલ 294 વિધાનસભા બેઠકો, બહુમતી માટે 148 બેઠકોની હોય છે જરૂર

જો બેઠકોની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે. કોઈપણ પક્ષને સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 148 બેઠકોની જરૂર હોય છે.

પશ્ચિમ બંગાળ: 2021 વિધાનસભા ચૂંટણીમાં શું રહ્યા હતા પરિણામો?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021માં કુલ 294 બેઠકો પર મતદાન થયું હતું. આ ચૂંટણીમાં મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ શાનદાર જીત મેળવી હતી. પાર્ટીએ 213 બેઠકો જીતીને સતત ત્રીજી વખત સરકાર બનાવી અને રાજ્યના રાજકારણમાં પોતાની મજબૂત પકડ બતાવી દીધી. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી (BJP) આ ચૂંટણીમાં મુખ્ય વિપક્ષી દળ તરીકે ઉભરી આવી. ભાજપે 77 બેઠકો પર જીત નોંધાવી, જે તેના માટે એક મોટી સિદ્ધિ માનવામાં આવી. ગત વર્ષ 2021માં તમામ એક્ઝિટ પોલ એજન્સીઓના આંકડા પરિણામની સરખામણીએ ખોટા પડ્યા હતા.



Source link

Related Articles

Back to top button