राष्ट्रीय

વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: 81 હજાર કરોડના મેગા પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીના પ્રહાર | Rahul Gandhi Slams Great Nicobar Project Destruction in the Name of Development


Rahul Gandhi Slams Great Nicobar Project: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અંદામાન-નિકોબારમાં શરૂ થનારા ‘ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ’ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. હાલમાં જ ગ્રેટ નિકોબારના કેમ્પબેલ બેની મુલાકાત લીધા બાદ તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ દેશના કુદરતી વારસાને નુકસાન પહોંચાડતું એક મોટું કૌભાંડ છે. રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી હતી કે વિકાસના નામે પેઢીઓ જૂના 160 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા અમૂલ્ય જંગલોનો નાશ કરવામાં આવશે, જે ખરેખર વિકાસ નહીં પણ વિનાશ નોતરનારી બાબત છે. આ પ્રોજેક્ટને તેમણે પ્રકૃતિ અને આદિવાસી સંસ્કૃતિ વિરુદ્ધનો મોટો ગુનો ગણાવ્યો છે.

આદિવાસીઓ અને નિકોબારી સમુદાય સાથે સંવાદ

પોતાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ સ્થાનિક નિકોબારી સમુદાય અને આદિવાસી નેતાઓ સાથે સીધી વાતચીત કરી હતી. આદિવાસીઓએ પોતાની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, સરકાર તેમની વાત સાંભળ્યા વગર આ પ્રોજેક્ટ આગળ વધારી રહી છે, જેના કારણે તેમની જમીન, ઘર અને રોજગારી છીનવાઈ જવાનો ડર છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે આ પ્રોજેક્ટમાં સ્થાનિક લોકોના હિતોને બાજુ પર મૂકીને માત્ર મોટા ઉદ્યોગપતિઓને જ ફાયદો કરાવવાની તૈયારી છે. આ મુલાકાત દરમિયાન તેમણે ભારતના દક્ષિણ છેડે આવેલા ઇન્દિરા પોઇન્ટની પણ મુલાકાત લીધી હતી અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી હતી.

આ પણ વાંચો: પાન મસાલાના બંધાણીઓ સાવધાન! મસાલા-ફાકી હવે નહીં મળે પ્લાસ્ટિકમાં, સરકારે પ્રતિબંધની તૈયારી શરૂ કરી

₹81,000 કરોડના માતબર રોકાણની યોજના

બીજી તરફ, કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટના ફાયદા ગણાવી રહી છે. સરકારના જણાવ્યા અનુસાર, અંદાજે 81,000 કરોડના આ પ્રોજેક્ટમાં એક આધુનિક ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ, પાવર પ્લાન્ટ અને નવા શહેરનું નિર્માણ કરવાની યોજના છે. આ પરિયોજનાથી દરિયાઈ વેપાર, કનેક્ટિવિટી અને દેશની સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનશે તેવો સરકારનો દાવો છે. હાલમાં આ પ્રોજેક્ટ મુદ્દે રાજકારણ ગરમાયું છે, જેમાં એક તરફ દેશના વિકાસ અને સુરક્ષાની દલીલ છે, તો બીજી તરફ પર્યાવરણ અને આદિવાસી સંસ્કૃતિના રક્ષણનો સવાલ છે.


વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: 81 હજાર કરોડના મેગા પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીના પ્રહાર 2 - image



Source link

Related Articles

Back to top button