मनोरंजन
અમૃતા શેરગિલની બાયોપિકમાં પ્રિયંકા ચોપરાનો કેમિયો હશે | Priyanka Chopra to have a cameo in Amrita Shergill’s biopic

![]()
– મીરા નાયરના આગ્રહને માન આપી સંમત થઈ
– પ્રિયંકાની તાજેતરની અમૃતસર મુલાકાત આ કેમિયોના શૂટિંગ માટે જ હોવાનો દાવો
મુંબઈ : પ્રિયંકા ચોપરા અમૃતા શેરગિલની બાયોપિકમાં કેમિયોમાં જોવા મળશે. તાજેતરમાં પ્રિયંકા અમૃતસરમાં જોવા મળી હતી. ત્યાં તેણે સુવર્ણ મંદિરમાં સેવા આપી હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો. હવે એવો દાવો કરાઈ રહ્યો છે કે પ્રિયંકા આ કેમિયોના શૂટિંગ માટે જ અમૃતસર ગઈ હતી. મીરા નાયર આ બાયોપિક બનાવી રહી છે અને તેણે પ્રિયંકાને આ કેમિયો માટે ખાસ આગ્રહ કર્યો હતો. પ્રિયંકા ‘વારાણસી’નું શૂટિંગ કરવા હૈદરાબાદ આવી હતી. ત્યાંથી તે અમૃસર પહોંચી હતી.



