‘આ જ બદલવું છે મારે..’, ગીત ગાવાની વિનંતી કરતાં ગાયક કૈલાશ ખેર મહિલા હોસ્ટ પર ભડકી ઉઠયા, વીડિયો વાઈરલ | Kailash Kher gets angry when female host requests song video goes viral

![]()
Kailash Kher Angry Viral Video: ગાયક કૈલાશ ખેર હાલમાં દિલ્હીના તાજ પેલેસમાં આયોજિત સિક્સ સિગ્મા લીડરશિપ સમિટ ઇન હેલ્થકેરની સાતમી આવૃત્તિમાં સહભાગી થયા હતા. આ ઇવેન્ટનો કૈલાશ ખેરનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ફીમેલ હોસ્ટ કૈલાશ ખેરને ગીત ગાવાની વિનંતી કરે છે. આ વાત પર કૈલાશ ખેર ભડકી જાય છે. કૈલાશ ખેર તેમને કહે છે કે શું તમે સચિન તેંડુલકરને કહેશો કે એક સિક્સર મારીને બતાવો? કૈલાશ ખેરે કહ્યું કે આ વિનંતી તમારે કરવી જ જોઈએ નહીં. કૈલાશ ખેરના આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સની પ્રતિક્રિયા પણ આવી છે.
ઇવેન્ટ હોસ્ટ પર કૈલાશ ખેરનો ગુસ્સો
વાઈરલ વીડિયોમાં હોસ્ટ કૈલાશ ખેરને ગીત ગાવાની વિનંતી કરે છે. આ જ વાત પર કૈલાશ ખેર એટલા ભડકી જાય છે કે તે પહેલા તો ગીત ગાવાની ના પાડી દે છે. ત્યારબાદ તેઓ કહે છે,’આ જ મારે બદલવું છે, આ જ મારા મનમાં લલક જાગી છે, આ જ બદલવું છે કે ગાયકને, સંગીતને એવું ન માનવામાં આવે કે સર બે લાઈન ગાઈ દો, મૂડ બનાવી દો. આ ખૂબ જ ખોટું છે. આ વિનંતી જ ના કરશો.’
‘સચિન તેંડુલકરને કહેશો કે..’
પોતાની વાત આગળ વધારતા કૈલાશ ખેરે કહ્યું, ‘શું તમે સચિન તેંડુલકરને કહેશો કે જરા એક સિક્સર મારીને બતાવી દો? આ પૃથ્વી પર કોઈ આવું કરતું નથી. અથવા આર્મીના કોઈ જવાનને નહીં કહો કે પોતાની પોઝિશન લઈને જરા એક શૉટ લગાવી દો. એક કલાકારને જોકર ન બનવા દો. સાધકને મનોરંજક ન બનવા દો.’
વાઈરલ વીડિયો પર યુઝર્સની ટિપ્પણી
કૈલાશ ખેરના આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સની પ્રતિક્રિયાઓ પણ આવી છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે કૈલાશ ખેરે સાચું કર્યું. વળી, કેટલાક લોકોનું માનવું છે કે બે લાઈન ગાવાથી કોઈ કલાકાર જોકર બની જતો નથી. સિંગર આદિત્ય કલવેએ વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું- જો બે લાઈન ગાવાથી કોઈના ચહેરા પર હાસ્ય આવી જાય છે, તો મને લાગે છે કે તેમાં કોઈ સમસ્યા નથી. એક બીજા યુઝરે લખ્યું- એક દિવસ એવો આવશે જ્યારે કોઈ ગાવા માટે નહીં કહે. લોકો તમારી કળાને પ્રેમ કરે છે, આટલું ખરાબ લગાડવાની કોઈ જરૂર નથી. એકે લખ્યું- મને કોઈ કહે કે બે લાઈન સંભળાવી દો, હું આખું ગીત સંભળાવી દઉં છું. મને ગાવું ગમે છે અને ભગવાને મને જે ટેલેન્ટ આપ્યું છે, તે હું લોકો સાથે શેર કરવાનું પસંદ કરું છું. એક યુઝરે લખ્યું- કૈલાશ ખેરે બિલકુલ સાચું કર્યું. એકે લખ્યું- આ બોલવું ખૂબ જરૂરી હતું. કૈલાશ ખેરે કહી દીધું.



